ક્રિકેટમેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા સિરામિક કોન્ટ્રાકટર ઝડપાયો

- text


એલસીબી ટીમે લાલપર નજીક પાનની દુકાનેથી સોદા પાડતા ઝડપી લીધો

મોરબી : હાલ આઇપીએલ ટવેન્ટી – ટવેન્ટી ક્રિકેટમેચની મોસમ પુર બહારમા ખીલી છે ત્યારે મોરબીમાં ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન જુગારનું દુષણ ફેલાયું હોય પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અન્વયે એલસીબી ટીમે લાલપર નજીક પાનની દુકાને જાહેરમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી રહેલા સિરામિક કોન્ટ્રાક્ટરને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે લાલપર ગામ નજીક આવેલ રાજલ પાન પાસે આઇપીએલ ક્રિકેટ સિરીઝમાં આરસીબી અને એલએસજી વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટ મેચ ઉપર જાહેરમાં મોબાઈલ ઉપર ઓનલાઈન આઈડી મારફતે જુગારના સોદા કરી રહેલા સિરામિક કોન્ટ્રાકટર અરવિંદ હેમજીભાઈ જોશી રહે.લાલપર ગૌશાળા પાસે, મૂળ રહે વાવડી બ્રાહ્મણ વાસ, તા.વાવ જિલ્લો બનાસકાંઠા વાળાને ઝડપી લઈ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5000 તેમજ રોકડા રૂપિયા 3000 મળી કુલ 8000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

- text

વધુમાં આરોપી અરવિંદ હેમજીભાઈ જોશીએ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ખરડોલ ગામના નયનભાઈ બ્રાહ્મણ પાસેથી ઓનલાઈન ગુરુ નામની જુગાર રમવાની આઈડી મેળવી હોવાની કબૂલાત આપતા એલસીબી ટીમે નયન બ્રાહ્મણને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં જુગારધારા અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text