વાંકાનેરમાં દીપડાએ 8 પશુનો કર્યો શિકાર 

- text


વનવિભાગ એલર્ટ : દીપડાનું રાત્રીનું વાળું સરકારને રૂ. 40 હજારમાં પડશે!

વાંકાનેર : વાંકાનેર શહેરમાં રાત્રીના સમયે દીપડાએ દેખા દીધી છે. આ દીપડાએ ગાયત્રી મંદિર પાસેના વિસ્તારમાં માલધારીના વાડામાં ઘુસીને છ ઘેટા અને બે બકરાનું મારણ પણ કર્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરમાં ગાયત્રી મંદિર નજીકના વિસ્તારમાં મધુબેન ચારોલીયાના પશુ વાડામાં હતા. રાત્રીના સમયે આ વાડામાં દીપડો આવી ગયો હતો. દીપડાએ છ ઘેટા અને બે બકરાનું મારણ કર્યું હતું. આ મામલે વન વિભાગને જાણ કરાતા વન વિભાગ દ્વારા દીપડાને પાંજરામાં પુરવા કવાયત હાથ ધરાઈ છે.

- text

વાંકાનેરના વન અધિકારી પ્રતિક નારોડીયાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દીપડાએ આઠ પશુઓનું મારણ કર્યાની માહિતી મળી હતી. આજે વન વિભાગની ટીમે બનાવ સ્થળે પહોંચી તપાસ કરી હતી અને સરકારના નિયમ પ્રમાણે પશુ દીઠ રૂ. 5 હજાર એટલે કે કુલ રૂ. 40 હજારની સહાય માલધારી પરિવારને આપવાની આગળની કાર્યવાહી શરૂ કરી છે. દીપડાને પકડવા માટે પીંજરું મુકવા સહિતની કામગીરી પણ વન વિભાગે શરુ કરી છે.

- text