મોરબી જિલ્લામાં આજે કોરોનાના 12 કેસ, 35 દર્દીઓ રિકવર થયા

- text


મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાના 12 કેસ નોંધાયા છે. સામે 35 દર્દીઓ રિકવર થયા છે. આમ જિલ્લામાં આજે કોરોના ધીમો પડ્યો હોય તેવું લાગી રહ્યું છે.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે 1009 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 12 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં મોરબી ગ્રામ્યમાં 8, મોરબી શહેરમાં 2, વાંકાનેર ગ્રામ્યમાં 1, ટંકારા ગ્રામ્યમાં 1 કેસ નોંધાયો છે. બીજી તરફ આજે 35 દર્દીઓ રિકવર થયા છે.જેથી એક્ટિવ કેસ ઘટીને 140 થઈ ગયા છે.

- text

 

- text