રીક્ષાને ફૂટબોલની જેમ ઉલાળનાર લકઝરી બસના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો

- text


મોરબી : મોરબીના રામ ચોકમાં ગઈકાલે વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં કેટરર્સ મહિલાઓની રીક્ષાને ટક્કર મારી ફૂટબોલની જેમ ઉલાળનાર ગણેશ ટ્રાવેલ્સની બસના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે.

- text

મોરબીના વાંકાનેર દરવાજા પાસે રહેતા અને કેટરિંગનો વ્યવસાય કરતા રઝિયાબેન અલ્લારખુશા શાહમદારે ગણેશ ટ્રાવેલ્સની લકઝરી બસ નંબર AR – 11 – C – 1773 નંબરના ચાલક વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેઓ અને અન્ય સાત મહિલાઓ વહેલી સવારે 5 વાગ્યે સીએનજી રીક્ષામાં બેસી કામ ઉપર જતા હતા ત્યારે રામ ચોક નજીક પુરપાટ ઝડપે ધસી આવેલી ગણેશ ટ્રાવેલ્સની બસે રીક્ષાને હડફેટે લેતા તેમના સહિત પાંચ મહિલાઓને નાની મોટી ઇજાઓ પહોંચી હતી જ્યારે અન્ય બે મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જો કે આ ગંભીર અકસ્માત સર્જ્યા બાદ લકઝરી બસનો ચાલક નાસી જતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

 

- text