કલેકટરને આવેદન : SRP જવાનના અપમૃત્યુ કેસમાં જવાબદાર પોલીસ અધિકારીઓને તાકીદે સસ્પેન્ડ કરો

- text


મોરબી જિલ્લા આહીર સમાજ દ્વારા કલેકટરને આવેદન અપાયું

મોરબી : મૂળ માળીયાના મેઘપર ગામના વતની અને જૂનાગઢમાં એસઆરપીમાં ફરજ બજાવતા બ્રિજેશભાઈ લવાડિયાના અપમૃત્યુ કેસમાં મૃતકના પરિવારજનો અને આહીર સમાજે પોલીસ અધિકારીઓએ એસઆરપી જવાનને બેફામ માર માર્યો હોવાનો ગંભીર આક્ષેપ કરી જવાબદારો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. દરમિયાન આજે મોરબી જિલ્લા આહીર સમાજ દ્વારા કલેકટરને આવેદન પાઠવી એસઆરપી જવાનના અપમૃત્યુ કેસમાં જવાબદાર પોલીસ અધિકારીઓને તાકીદે સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.

મોરબી જિલ્લા આહીર સમાજ દ્વારા કલેકટરને આવેદન પાઠવીને જણાવ્યું હતું કે, જૂનાગઢ ખાતે એસઆરપી જવાન તરીકે ફરજ બજાવતા માળીયાના મેઘપર ગામના વતની બ્રિજેશભાઈ લવાડિયાએ ગત તા.21 માર્ચના રોજ આપઘાત કરી લીધાની ઘટનામાં તેમના પર ત્યાંના પોલીસ અધિકારીઓ દ્વારા જોર જુલમ ગુજારવામાં આવ્યો હતો. પોલીસે તેમને બેફામ ઢોર માર માર્યા બાદ આ ઘટના બનતા પોલીસે મૃતકના પરિવારજનોની ફરિયાદ પણ નોંધી ન હતી.આ બાબતની જરાય તપાસ કરવામાં આવી નથી. આથી આ પ્રકરણમાં જવાબદાર પોલીસ અધિકારીઓ સામે તાત્કાલિક અસરથી ગુન્હો નોંધી સસ્પેન્ડ કરવા તેંમજ આ બનાવની રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓને તપાસ સોંપી મૃતકના પરિવારને યોગ્ય ન્યાય આપવાની માંગ કરી છે.

- text

- text