મોરબીમાં કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રામનવમીએ ચકલીઘર અને બાળકોને દૂધ-બિસ્કીટનું વિતરણ કરાશે

- text


મોરબી: કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રામનવમીના પાવન દિવસે વાવડી રોડ ઉપર ચકલીઘરનું વિતરણ તેમજ સિવિલ હોસ્પિટલમાં બાળકોને દૂધ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવશે.

સદગુરૂ હરીચરણદાસજી મહારાજ (ગોંડલ)ના આશીર્વાદ તથા દાતાઓના સહયોગથી રામનવમીના પાવન પર્વે તારીખ ૩૦/૦૩/૨૦૨૩ના રોજ કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દાતા મોહિતભાઈ એમ.ઘોડાસરા (લક્કી ગ્રુપ)ના સહયોગથી ચકલીઘરનું તથા સિવિલ હોસ્પિટલમાં બાળકોને દૂધ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવશે. ઉનાળાના ધોમધખતા તાપમાં ચકલીઓને શીતળ છાંયડો મળે તે માટે કોઈ યોગ્ય જગ્યાએ ચકલીઘર અવશ્ય બાંધવુ જોઈએ. તે માટે મોરબીનાં દરેક જીવદયાપ્રેમીઓને ચકલીઘરનો લાભ લેવા અનુરોધ કરાયો છે. ચકલી ઘરનું વિતરણ રાધાપાર્કના ખૂણે, મીરાંપાર્કની સામે, રાધે પાનની આગળ વાવડી રોડ મોરબી – ૩૬૩૬૪૧ મુકામે કરવામાં આવશે.

- text

ચકલીઘરના વિતરણ બાદ સિવિલ હોસ્પિટલમાં બાળકોને દૂધ અને બિસ્કીટનુ વિતરણ કરવાનું આયોજન કરેલ છે. વધુ માહિતી માટે ટ્રસ્ટના પ્રમુખ જ્યોતિબેન જીવરાજાની ૯૭૧૨૧૦૧૫૩૩, ૯૯૧૩૭૦૧૫૩૩ ઉપર સંપર્ક કરવો.

- text