ટંકારાના વિરવાવ ગામેથી રૂ.27 લાખથી વધુની સોલાર પેનલોની ચોરી

- text


ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામેથી સોલાર એનર્જી કંપનીએ હૈદરાબાદથી મંગાવેલી રૂપિયા 27,30,728ની કિંમતની 155 સોલાર પેનલ કોઈ અજાણ્યા તસ્કરો ચોરી જતા સોલાર કંપનીના કર્મચારીએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના વિરવાવ ગામે વિક્રમસિંહ ચંદુભા જાડેજાના પ્લોટ ઉપર આવેલી ઓનીકસ સ્ટ્રેકચર નામની સોલાર પાવર કંપની દ્વારા હૈદરાબાદથી મંગાવવામાં આવેલી સોલાર પેનલો પૈકી 155 નંગ સોલાર પેનલ કિંમત રૂપિયા 27, 30, 728ની કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી જતા કંપનીના કર્મચારી ખલીનભાઈ હરેશભાઇ સાવલિયા રહે.પુષ્કરધામ રોડ, વ્રજવાટિકા ફ્લેટ, રાજકોટ વાળાએ ટંકારા પોલીસ મથકમાં ચોરીના આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

- text

- text