લોહીની નસોના નિષ્ણાંત તબીબ મંગળવારે મોરબીમાં : ખાસ ઓપીડી યોજશે

 

વેરિકોઝ વેન, લોહીની નસો તથા ડાયાબિટીક ફૂટનો નિદાન કેમ્પ : વાસ્ક્યુલર ઍન્ડ ઍન્ડોવાસ્ક્યુલર સર્જરીના અનુભવી તબીબ તેજસ કરંગીયાની સેવા ઘરઆંગણે મેળવવાની તક


મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શરીરના વિવિધ અંગોમાં લોહીની નસોના નિષ્ણાંત એવા ડો. તેજસ કરંગીયાની સેવા હવે મોરબીમાં પણ ઉપલબ્ધ છે. તેઓ દ્વારા મોરબીની હોસ્પિટલમાં તા. 28 ના રોજ ઓપીડી યોજવામાં આવનાર છે. આ ઓપીડીનો લાભ દરેક મોરબીવાસીઓ રજીસ્ટ્રેશન કરાવીને લઈ શકે છે.

ડો. તેજસ કરંગીયા દ્વારા આગામી તા.28 માર્ચને મંગળવારના રોજ શહેરમાં બે સ્થળોએ ઓપીડો યોજવામાં આવનાર છે. જેમાં શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાંમાં સવારે 10થી 11 દરમિયાન ઓપીડી યોજવામાં આવશે. જેના માટે 02822-224491/ 92 ઉપર સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત શનાળા મેઈન રોડ ઉપર ઉમિયા હોલ સામે બીજા માળે એપલ હોસ્પિટલમાં આવેલ ડો.જયેશ સનારીયાની સ્પર્શ ક્લિનિક ખાતે 11થી 12 દરમિયાન ઓપીડી રાખવામાં આવી છે. જેના રજીસ્ટ્રેશન માટે 02822 226665 ઉપર સંપર્ક કરવાનો રહેશે.

ડો. તેજસ કરંગીયા DNB (જનરલ સર્જરી) ની ડીગ્રી હૈદરાબાદથી મેળવ્યા બાદ DNB(પેરીફેરલ વાસ્કયુલર સર્જરી)ની ઉચ્ચ તાલીમ નારાયણ હ્રદયાલયા- બેંગ્લોર ખાતેથી પૂર્ણ કરેલ છે. ડો. તેજસ કરંગીયાની લોહીની નસોની સમસ્યાઓ માટે દરેક પ્રકારની વાસ્કયુલર સર્જરીઓ કરવા માટેનો અનુભવ અને નિપુણતા ધરાવે છે. તેઓ પગની લોહીની નસ ઉપસેલી દેખાવી, પગની ચામડી કાળી પદવી અને તેમાં ચાંદુ પડવું, થોડું ચાલ્યા પછી પગમાં દુખાવો ઉપડવો, હાથ કે પગની આંગળીઓ કાળી પડવી, લાંબા સમય સુધી ઉભા રહેવાથી પગમાં દુખાવો ઉપડવો કે થાક લાગવો, નિયમિત ડાયાલીસીસ કરાવતા દર્દીઓ કે જેણે ફિસ્યુલા કરાવવાની સલાહ મળી હોય તેના નિષ્ણાંત છે. વધુ વિગત માટે મો.નં. 9428467271 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.