રાજકોટ નાઈટ મેરેથોનમાં ત્રીજો નંબર મેળવતા મોરબીના ડો. અનિલ પટેલ 

- text


મોરબી : રાજકોટમાં યોજાયેલી નાઈટ હાફ મેરેથોનમાં મોરબીના ડો. અનિલ પટેલે ત્રીજો નંબર મેળવીને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

ગઈકાલે એટલે કે 25 માર્ચને શનિવારના રોજ રાત્રે રાજકોટ શહેરમાં નાઈટ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 60+ ઉંમરની કેટેગરીમાં 10 કિલોમીટર દોડમાં મોરબીના ડો.અનિલ પટેલે ત્રીજો નંબર મેળવ્યો હતો. ડો. અનિલ પટેલે 61 મિનિટમાં 10 કિલોમીટરનું અંતર કાપીને ત્રીજો નંબર મેળવ્યો હતો. આ બદલ તેઓને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

- text

- text