દરિયાઈ પાણી અટકાવવા તંત્ર પાળો બાંધવા નહી દે, તો મોઢે આવેલો કોળીયો છીનવાઈ જશે : અગરિયાઓની વેદના

- text


હળવદના ટીકર રણમાં અગરિયાની મળેલી બેઠકમાં મીઠું પકવવા માટે જરૂરી પાળો બાંધવા માટે છેક સુધી લડી લેવાનું નક્કી કરાયું 

હળવદ : હળવદના ટિકર રણ વિસ્તારમાં આજે અગરિયાઓની બેઠક મળી હતી. જેમાં તંત્ર જો પાળો બાંધવા નહી દે અગરિયાના મોઢે આવેલો કોળીયો છીનવાઈ જશે તેવો સુર વ્યક્ત કરી મીઠું પકવવા માટે જરૂરી પાળો બાંધવા માટે છેક સુધી લડી લેવાનું નક્કી કરાયું હતું. જો કે દરિયામાં ભરતીનું પાણી રોકવા સેફ્ટી પાળો બાંધવા અભ્યારણ્ય વિભાગે વાંધો લેતા અગરિયાઓ ચુંટાયેલા પ્રતિનિધિઓને સામુહિક રીતે રજુઆત કરવાનું નકકી કર્યું છે.

અગરિયાઓએ પોતાની વેદના રજૂ કરતા જણાવ્યું હતું કે, માર્ચ મહિનામાં સૂરજબારીથી ભરતીનું પાણી રણમાં આવે છે ઘાટીલા, જોગડથી ટીકર સુધીના અગરો સૂધી પહોંચી જાય છે. વર્ષોથી અગરિયા સ્વ ખર્ચે માટીનો સેફ્ટી પાળો બાંધી પોતાનું અગર બચાવી લેતાં હતાં.પણ આ વર્ષે અભ્યારણ્ય વિભાગે આવો પાળો બનાવવાની અગરિયાઓને અટકાવી દેતા અત્યારે અગરિયાઓ મુશ્કેલીમાં મુકાય ગયા છે.

હાલમાં પવનનો વેગ જોરદાર હોવાથી પાણી છેક અગરો સુધી પાણી આવી પહોંચ્યું છે. ત્યારે જો પાળો બાંધવા નહી દે અગરિયાના મોઢામાં આવેલો કોળીયો ઝુંટવી લીધા જેવી પરિસ્થિતિ થશે, તેવું અગરિયાઓ ઍક સૂરે કહયું હતું. વધુમાં અગરિયા NGT તેમજ હાઇકોર્ટમાં રણ અંગે થયેલ કેસ વીશે ચર્ચા કરી અને અભ્યારણ્ય વિભાગ દ્વારા હક્ક દાવા મંજૂર થયેલા અગરિયાઓને કાયદેસર ગણવા, તેમજ રણના અગરિયાઓ પાસે પુરાવા માંગવા, અન્ય રણ વિસ્તારોમાં અગરિયાઓને ગેરકાયદેસર ગણી બહાર કાઢવાની અભ્યારણ્ય વિભાગ દ્વારા થયેલ પ્રયાસો અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

આગરિયાઓએ કહયું કે, જયારે 1948માં ભારત સરકારે ખુદ 10 એકર અગરિયાઓ કોઈ પુરાવા, નોંધણીની જરૂર નથી તેવું કહ્યું હતું. ત્યારે સ્વાભાવિક છે કે એમની પાસે પુરાવા ન હોય, કારણ તમામ અગરિયાઓ મંડળીમાં જોડાયા ન હતા.અગરિયાઓએ કહયું કે અમોને જોઈને ઘુડખર ક્યારેય ભાગતું નથી. તે અને અમે સાથે રણમાં રહીએ છીએ અને ઘુડખરની સંખ્યા વધી છે તેનો અમોને આનંદ છે.

- text

અગરિયા સમૂદાય રણમાં પણ ચકલીઓને દાણા, તેમનાં માટે ઘર કરવાનું ભૂલતાં નથી. અગરિયા સમુદાયને કાયમી ધોરણે આજીવિકાની સુરક્ષિતતા મળે તે માટે સામૂહિક રીતે લડત આપવાનું નકકી કર્યું. તેમણે કહયું કે, અગરિયાઓ સદીઓથી રણમાં છે અને મીઠું એ તેમની આજીવિકા છે. અગરિયાનું મીઠું પાકે એટલે તે સમયસર રણમાંથી બહાર નીકળવાનું તેટલું જ જરૂરી. જયારે આજે અભ્યારણ્ય વિભાગે રણમાંથી મીઠું બહાર કાઢવા પર અનેક પ્રશ્ર્નો ઊભા કર્યા છે. આજે ફરી સાંતલપુર સહિત કેટલાક વિસ્તારોમાં વિભાગે મીઠું લઈ જવાની મનાઈ ફરમાવી હતી. અગરિયા આ પ્રકારની ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી અને સાથે મળીને વિભાગ અને સરકાર સાથે સંવાદ કરવાનો તેમજ જરૂર પડે લડત આપવાનો નિણર્ય લીધો છે.

- text