ચોરીના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો

- text


મોરબી : મોરબી એસ.ઓ.જી.ટીમેં આજે બાતમીના આધારે ગાંધીધામ (કચ્છ)ના ચોરીના ગુનામાં ફરાર આરોપીને ઝડપી લીધો હતો. જેમાં માળીયા મિયાણા પો.સ્ટે. વિસ્તારમાંથી ગાંધીધામ (કચ્છ) ના ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ કોન્સ. સતિષભાઇ ગરચર તથા ભાવેશભાઇ મિયાત્રાને હકીકત મળેલ કે, ગાંધીધામ પોલીસ સ્ટેશન (પૂર્વ કચ્છ)માં નોંધાયેલા. ચોરીના ગુન્હામાં ફરાર આરોપી મહેશભાઇ પરબતભાઇ પરમાર રહે. જાજાસર તા.માળીયા(મિં) જી.મોરબી વાળો હાલે પોતાના ગામ જાજાસર ગામના ઝાપા પાસે આવેલ રામદેવપીરના મંદીર પાસે ઉભેલ છે અને આરોપીએ શરીરે બ્લુ કલરનું ટીશર્ટ તથા લીલા કલરનું નાઇટ પેન્ટ પહેરેલ છે. આ હકીકત આધારે ઉપરોક્ત જગ્યાએ તપાસ કરતા આરોપી મળી આવતા તેને સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ મુજબ હસ્તગત કરી માળીયા (મી) પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી કરવા સોપી આપેલ છે.

- text