માળીયામાં દેશી તમંચા સાથે એક ઝડપાયો

- text


મોરબી : લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબીની ટીમે આજે ચોક્કસ બાતમીના આધારે માળીયા મિ. ખાતેથી હાથ બનાવટના દેશી તમંચા તથા જીવતા કાર્ટીઝ નંગ-૦૩ સાથે એક આરોપીને પકડી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફના માણસો આજે ગેરકાયદે હથિયારો પકડવાની કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. દરમ્યાન એલ.સી.બી.ના એ.એસ.આઇ. જીજ્ઞાસાબેન કણસાગરા તથા પો.હેડ.કોન્સ. શકિતસિંહ ઝાલા, તથા સંજયભાઇ રાઠોડને મળેલ ખાનગી હકિકત આધારે માળીયા મીં. તળાવ નજીક મોટી બજારના જુના ઝાપા પાસેથી આરોપી સદામભાઇ અનવરભાઇ મુલ્લા ઉવ.૨૮ ધંધો મજુરી રહે.માળીયા મીં, માલાણી શેરી તા.માળીયા માઁ. જી.મોરબી વાળાને ગે.કા. દેશી હાથબનાવટના દેશી તમંચા નંગ-૧ તથા જીવતા કાર્ટીઝ-૩ સાથે પકડી પાડી માળીયા મીં, પોસ્ટે, સોંપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.

- text

- text