લમ્પી વાઈરસથી મૃત્યુ પામનાર ગૌવંશના આત્માની શાંતિ માટે નવચંડી યજ્ઞ

- text


આમરણ ગૌશાળામાં ખાતે નવચંડી યજ્ઞ યોજાશે 

મોરબી : મોરબીની આમરણ ગૌશાળામાં પણ 29 ગૌમાતા અને એક મુખ્ય નંદીનું લમ્પી વાયરસના કારણે મૃત્યુ થયું હોવાથી તમામ ગૌવંશના આત્માની શાંતિ માટે 19 માર્ચના રોજ આમરણ ગૌશાળામાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

ગત વર્ષે ગુજરાતભરમાં લમ્પી વાઈરસના કહેરના કારણે અનેક ગૌવંશના મોત થયા હોવાથી આમરણ ગૌશાળા દ્વારા 19 માર્ચ ને રવિવારના રોજ નવચંડી યજ્ઞ યોજાશે. આ નવચંડી યજ્ઞમાં આશરે 1200 જેટલા લોકો ઉપસ્થિત રહેશે. બપોરે 11-30 કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

- text

- text