ટંકારાની હરબટીયાળી હાઈસ્કૂલમાં જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધા યોજાઈ

- text


ટંકારા : ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે આવેલી હાઈસ્કૂલમાં આઝાદીના અમૃત મહોત્સવ જી-20 અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આઝાદીના અમૃત મહોત્સવ જી-20 અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત જિલ્લા વિકાસ રમત અધિકારી કચેરી મોરબી આયોજિત જિલ્લા કક્ષાની સ્પર્ધા હરબટીયાળી હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી. જેમાં એથલેટિક્સ, દોડ, રસ્સાખેંચ જેવી વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં સિનિયર સિટીઝન સ્પર્ધામાં (બહેનો 60+) વિવિધ રમતોમાં રસ્સા ખેંચમાં ટંકારા, ભૂતકોટડા, હરીપર, પ્રભુનગર તથા હરબટીયાળી વચ્ચેની રમતમાં હરબટીયાળીની બહેનો વિજેતા થઈ હતી. જેઓ હવે આગામી દિવસોમાં રાજ્યકક્ષાએ સ્પર્ધામાં ભાગ લેશે.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા રમત અધિકારી રવિભાઈ ચૌધરી, એથલેટિક્સ કોચ હરેશભાઈ, સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના મોરબી જિલ્લા સંયોજક નાથાલાલ ઢેઢી તેમજ હરબટીયાળી હાઈસ્કૂલના આચાર્ય રોહિતભાઈ મુછારાએ કર્યું હતું. આ ઉપરાંત તરૂણાબેન ઢેઢી, રસ્મિતાબેન ભાગીયા અને મિતલબેને આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text