કાંતિભાઈ અમૃતિયાએ વિધાનસભામાં વવાણીયાના રાજચંદ્ર ભવનમાં સુવિધાઓ બાબતે પ્રશ્ન ઉઠાવ્યો

- text


મોરબીઃ મોરબી માળીયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વિધાનસભામાં મોરબીના વવાણીયામાં આવેલા શ્રીમદ રાજચંદ્ર ભુવનમાં સુવિધા ઉભી કરવા બાબતે પ્રશ્ન ઉઠાવ્યો હતો. જેના જવાબમાં મંત્રીએ વવાણીયામાં 8 કરોડના ખર્ચે વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી હોવાનું જાહેર કર્યું હતું.

- text

સુવિખ્યાત તીર્થધામ શ્રીમદ રાજચંદ્ર ભુવન- વવાણીયા ખાતે અનેક મુમુક્ષુઓ, શ્રદ્ધાળુઓ આવતા હોય છે ત્યારે કાંતિભાઈ અમૃતિયાએ વિધાનસભામાં સુવિધા ઉભી કરવા બાબતે પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં રાજ્યના પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું કે, તારીખ 31 ડિસેમ્બર 2022ની સ્થિતિએ મોરબી જિલ્લાના શ્રીમદ રાજચંદ્ર ભુવન વવાણીયામાં આવતા પ્રવાસીઓ માટે આશરે 8 કરોડ 1 લાખ રૂપિયાના ખર્ચે સત્સંગ હોલ, ભોજનાલય, રસોઈ ઘર, કમ્પાઉન્ડ વોલ, સિક્યુરિટી કેબિન, મેઈન ગેઇટ, લેન્ડરસ્કેપિંગ, ટોઇલેટ બ્લોકની તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ત્યારે વવાણીયાના શ્રીમદ રાજચંદ્ર ભુવનમાં આ સુવિધા ઉભી થતાં આ વિસ્તારના લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

- text