ઘર પાસે આંટા મારવાની ના પાડતા ચાર શખ્સોએ યુવાન – મહિલાને માર માર્યો

- text


વાકાનેર : વાંકાનેર તાલુકાના કેરાળા ગામે યુવતી સાથે પ્રેમ સંબંધ ધરાવતો યુવાન યુવતીના ઘર પાસ આંટાફેરા કરતો હોય યુવતીના કાકાએ ઘર પાસે આંટા ફેરા કરવાની ના પાડતા ચાર શખ્સોએ મહિલા અને યુવાન સહિતનાઓ ઉપર હુમલો કરતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુન્હો નોંધાવવામાં આવ્યો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના કેરાળા ગામે રહેતા વનરાજભાઈ કરશનભાઇ વેકરિયાના ભાઈની દીકરી સાથે મનીષ ગમારા નામના શખ્સ ઘર પાસે આંટાફેરા મારતો હોવાથી વનરાજભાઈએ મનિષને ઠપકો આપતા આરોપી પરબત નારણ ગમારા, વિજય કમશીભાઈ ગમારા, રવિભાઈ સામતભાઈ ગમારા તેમજ ભરત ગોવિંદભાઇ ગમારાએ ઝઘડો કરી ગાળો આપી સાહેદ કનુબેનને લાકડી ફટકારી ફ્રેક્ચર જેવી ઇજા પહોંચાડતા સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.

- text

- text