મોરબી પંથકમાં સવારથી વાતાવરણમાં પલ્ટો : કમૌસમી છાંટાથી ખેડૂતો ચિંતિત

- text


મોરબી : ઉનાળાની શરૂઆતની સાથે જ હવામાન વિભાગની આગાહી મુજબ માવઠા પડી રહ્યા છે. જેના કારણે ધરતીપુત્રોને ભારે નુકશાન થયું છે. ત્યારે આજે બુધવારે સવારથી ફરી એક વાર મોરબી પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.

મોરબી અને માળીયા પંથકમાં સવારથી વાદળછાયા વાતાવરણ સાથે છૂટા છવાયા કમૌસમી છાંટા પડી રહ્યા છે. આ વાતાવરણ પગલે ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યુ છે. જ્યારે વરસાદી માહોલના પગલે રોગચાળો વકરવાની પણ ભીતિ સર્જાય છે.

- text

- text