હળવદમા સફાઈ સૈનિકને જાતિ પ્રત્યે અપમાનિત કરી પતાવી દેવાની ધમકી

- text


મૂળીબા શાક માર્કેટમા થડા પાસે સફાઈ કરવા મામલે શાકભાજીના ધંધાર્થીએ કરેલા કૃત્ય મામલે ફરિયાદ નોંધાઇ

હળવદ : હળવદ શહેરમાં આવેલી મૂળીબા શાક માર્કેટમા થડા પાસે સફાઈ કરવા મામલે શાકભાજીના ધંધાર્થીએ સફાઈ સૈનિકને જાતિ પ્રત્યે અપમાનિત કરી માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા હળવદ પોલીસ મથકમાં એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ બસ સ્ટેન્ડ પાછળ વાલ્મિકી વાસમાં રહેતા સફાઈ કામદાર નરેશ ઉર્ફે અતુલભાઈ ભગાભાઈ રાઠોડને મૂળીબા શાક માર્કેટમા શાકભાજીનો થડો ધરાવતા નિજામ ઉર્ફે નાનકા મહેબૂબ ઉર્ફે મેબાભાઈ મન્સૂરી રહે.જંગરીવાસ મોટા ફરિયા વાળાએ થડા પાસે સફાઈ કરવા બાબતે બોલાચાલી ઝઘડો કરી જાતિ પ્રત્યે અપમાનિત કરવાની સાથે જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાય છે. હળવદ પોલીસે આ કેસમાં એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધ્યો છે.

- text