મોરબીની ખોખાણી શેરીમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

- text


મોરબી : મોરબીની ખોખણી શેરીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલા દિપકભાઇ વિઠલભાઇ હણ, દોલુભા ચંદુભા જાડેજા, મનોજભાઇ ઇશ્રવરભાઇ ઇન્દરીયા, જીગ્નેશભાઇ પંકજભાઇ કોટક અને સાગરભાઇ રજંનીકાતભાઇ સુખડીયા તીનપતીનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. પોલીસે જુગાર દરોડામાં રોકડા રૂપિયા 24,400 કબ્જે કરી પાંચેય જુગારીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text