રવાપર રોડ ઉપર ૐ પ્લે હાઉસ એન્ડ નર્સરીનો પ્રારંભ, બાળકોને ગમ્મત સાથે જ્ઞાન અને સંસ્કારોનું સિંચન

બાળકોને જીવન જીવવાની રીત શીખવવા અને દરેક પડકારો સામે અડીખમ રાખવા ખાસ ભાગવત ગીતા કલાસ : મહિલાઓ માટે યોગા ક્લાસ, તમામ ક્લાસ રાષ્ટ્ર નિર્માણની ભાવના સાથે સેવા માટે કરાવાતા હોવાથી ફી પણ નજીવી
દીકરીઓએ ઉંચી ઉડાન ભરવા બહાર નીકળવું જ પડશે, ત્યારે કોઈ પણ સંજોગોમાં દીકરીઓ પાછી પાની ન કરવી પડે તે માટે નિઃશુલ્ક આત્મરક્ષણની તાલીમ

મોરબી(પ્રમોશનલ આર્ટિકલ) : રવાપરમાં ૐ પ્લે હાઉસ એન્ડ નર્સરીનો પ્રારંભ થયો છે. જ્યાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન અને સંસ્કારોનું સિંચન કરવામાં આવશે. આ સાથે અહીં બાળકો માટે ભાગવત ગીતા ક્લાસ, મહિલાઓ માટે યોગા ક્લાસ અને દીકરીઓ માટે આત્મરક્ષણની તાલિમ આપવામાં આવશે.

ૐ પ્લે હાઉસ એન્ડ નર્સરી

અહીં બાળકો પોતાનું બાળપણ મનભરીને માણી શકે તે પ્રકારે વાતાવરણ પૂરું પાડવામાં આવશે. પ્લે હાઉસ અને નર્સરી ગુજરાતી અને અંગ્રેજી બન્ને માધ્યમમાં ઉપ્લબ્ધ છે. સંસ્કાર સાથે સંસ્કૃતિનું જ્ઞાન અપાશે. સમર કેમ્પનું આયોજન પણ થશે. બાળકો પોતાની જાતને ઓળખે અને એમનો આત્મવિશ્વાસ વધે તે પ્રકારની અહીં પ્રવૃત્તિ કરાવવામાં આવશે. બાળકોની સર્વાંગી વિકાસ થાય એજ લક્ષ્ય સાથે જ તમામ પ્રવૃતિઓ કરાવાશે.

● બાળકનું બાળપણ પાછું આપો
● સંસ્કાર સાથે સંસ્કૃતિનું જ્ઞાન
● સમર કેમ્પ
● પ્લે એરિયા ( 4થી7)
● આત્મવિશ્વાસ! પોતાની જાતને ઓળખવી
● શિક્ષણનો અર્થ શૂન્યમાંથી સર્જન કરવું
● સર્જનતા વિકસતી કરવી
● સ્વયમેવ મૃગેન્દ્રતા( સિંહ જ્યાં બેસે ત્યાં સિંહાસન હોય)
● દરેક બાળક આગવી પ્રતિભા લઈને જન્મ લે છે તે યોગ્ય માર્ગદર્શન ન મળતા તે પોતાની પ્રતિભા ખોઈ બેસે છે
● બાળક એક ફૂલ છે તેને ખીલવા દો.

બાળકો માટે ભાગવત ગીતા ક્લાસ

દરેક પ્રશ્નોનું સમાધાન ગીતામાં છે. માત્ર શિક્ષણ કામનું નથી. ગીતાનું જ્ઞાન પણ જરૂરી છે. કારણકે શિક્ષણ માત્ર આપણું ભરણ પોષણ કરી શકશે. પણ જીવન કેમ જીવવું તેની સાચી રીત માત્રને માત્ર ગીતા જ શીખવી શકશે. અત્યારે યુવા ધન બગડી રહ્યું છે. પણ તમારા બાળકને ભાવિ અંગે તમે ચિંતા સતાવે છે. તો આ એક ક્લાસ તેની જિંદગી બદલી શકે છે. ભાગવત ગીતા ક્લાસમાં જ્ઞાન યોગ, કર્મ યોગ અને ભક્તિ યોગ શીખવવામાં આવશે.

મહિલાઓ માટે યોગા ક્લાસ

અત્યારના સમયમાં મહિલાઓ ફ્રી ટાઈમમાં ટીવી સિરિયલો જોવે છે. પણ આ ટાઇમનો સદઉપયોગ થઇ શકે છે. પરિવારના સ્વાસ્થ્યની મોટી જવાબદારી મહિલાઓના શિરે હોય છે. કારણકે દરરોજ રસોઈ સહિતના જરૂરી કામ મહિલાઓએ કરવાના હોય છે. ત્યારે જો મહિલા જ સ્વસ્થ ન હોય તો પરિવાર કઈ રીતે સ્વસ્થ રહી શકે. માટે અહીં સરકાર માન્ય યોગ શિક્ષક દ્વારા યોગા શીખવવામાં આવશે. 15 માર્ચથી પ્રથમ બેચ શરૂ થશે.જેની ફી માત્ર રૂ. 200 છે.

દીકરીઓ માટે આત્મરક્ષણ તાલિમ (નિશુલ્ક)

દીકરીઓએ ઉંચી ઉડાન ભરવા બહાર નીકળવું જ પડશે. ત્યારે કોઈ પણ સંજોગોમાં દીકરીઓને પાછી પાની ન કરવી પડે તે માટે તેને આત્મરક્ષણની તાલીમ આપવી જરૂરી બને છે. મોરબીની દીકરીઓ પણ આત્મરક્ષણમાં નિપુણ થાય તેવા સેવાકીય ઉદ્દેશ સાથે અહીં 5થી 13 વર્ષની દીકરીઓ માટે આત્મનિરીક્ષણ તાલીમ બેચ થશે. આ બેચમાં નિઃશુલ્ક પ્રવેશ મેળવી શકાશે.

ૐ પ્લે હાઉસ એન્ડ નર્સરી
ત્રીજા માળે, સોમનાથ પ્લાઝા, રવાપર-ઘુનડા રોડ, વેલકમ પાર્ટી પ્લોટથી આગળ, રવાપર, મોરબી
મિત્તલબેન પરેચા મો.નં.9313572647