મોરબીમાં ખોવાયેલા પાંચ મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકને પરત કરતી પોલીસ

- text


સીટી બી ડિવિઝન પોલીસે ઓપો, વિવો, રિયલમી અને સેમસંગના મોબાઈલ શોધી કાઢ્યા

મોરબી : મોબાઈલ ફોન આજે લોકોનું અભિન્ન અંગ બની ગયું છે ત્યારે મોબાઈલ ખોવાઈ ગયા બાદ મળવો લગભગ મુશ્કેલ બનતો હોય છે, જો કે, મોરબી સીટી બી ડિવિઝન પોલીસે લોકોની ફરિયાદ બાદ રૂ.80 હજારની કિંમતના આવા પાંચ મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યા હતા.

મોરબી સીટી બી ડિવિઝન પીઆઇ પી.એ.દેકાવાડીયાના જણાવ્યા મુજબ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં મોબાઈલ ખોવાઈ જવા અંગેના પાંચ કિસ્સામાં સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ બહાદુરસિંહ ઝાલા અને કીર્તિસિંહ બહાદુરસિંહ દ્વારા ટેક્નિકલ વર્ક આઉટ કરી રૂપિયા 80 હજારની કિંમતના વિવો, ઓપો, સેમસંગ તેમજ રિયલમી કંપનીના પાંચ મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યા હતા.

- text

- text