કાળમુખા ડમ્પરે કારને હડફેટે લેતા ત્રણ યુવાનો ઇજાગ્રસ્ત

- text


હળવદ – મોરબી હાઇવે ઉપર ઉંચી માંડલ નજીક અકસ્માત સર્જાયો

મોરબી : મોરબી જિલ્લામાં યમદૂત સમાન ડમ્પર ચાલકોનો ત્રાસ હદ વટાવી રહ્યો છે ત્યારે ગત સોમવારે હળવદ – મોરબી હાઇવે ઉપર ઉંચી માંડલ નજીક સામેથી માતેલા સાંઢની જેમ પુરપાટ ઝડપે આવેલા ડમ્પર ચાલકે કારને હડફેટે લેતા મોરબીના ત્રણ યુવાનોને ઇજા પહોંચી હતી. જો કે ડમ્પર ચાલક આ અકસ્માત સર્જી નાસી ગયો હતો.

- text

અકસ્માતની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી – હળવદ હાઇવે ઉપર ઉંચી માંડલ ગામ નજીક મોરબીના સ્મિત હિતેશભાઈ અઘારા અને તેમના મિત્રો જીજે – 36 – AF – 1921 નંબરની કારમાં જઈ રહ્યા હતા ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવતા આવતા જીજે – 03 – BW- 9214 નંબરના ડમ્પર ચાલકે કારને જોરદાર ટક્કર મારતા કારમાં બેઠેલા સ્મિત અઘારા, દીપ નિલેશભાઈ અને ધ્રુવીન વિનોદભાઈ નામના યુવાનોને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક નાસી જતા આ મામલે સ્મિતના પિતા હિતેશભાઈ અઘારાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- text