સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે મોરબીમાં તાલીમ વર્ગો શરૂ થશે

- text


મોરબીઃ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે મોરબીમાં સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.

સામાજિક અને શેક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન સહાય યોજના અંતર્ગત તમામ કેટેગરી(OBC,SC,ST,GEN) ના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા અંગેની તાલીમ બેચ શરૂ થઈ રહી છે. આ બેચમાં RFO Class-3, Dy.S.O/નાયબ મામલતદાર, STI, તલાટી, જૂનિયર ક્લાર્ક, TET-TAT, વનરક્ષક, PSI, ASI,કોન્સટેબલ સહિતની પરીક્ષાની તાલીમ આપવામાં આવશે. તાલીમ પૂર્ણ થયા બાદ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. આ વર્ગોમાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મળશે.

આ તાલીમ વર્ગો મોરબીની વી.સી. હાઈસ્કૂલ પાછળ આવેલા ટ્રેડ સેન્ટરના 3જા માળે શરૂ કરવામાં આવનાર છે. ફોર્મ ભરવા માટે સવારે 9 થી સાંજે 7-30 કલાકે સંપર્ક કરવા જણાવાયું છે. અથવા વ્હોટ્સએપ નંબર 9726501810 પર પણ આપ વોટ્સએપ મેસેજ કરી શકો છો. તાલીમ વર્ગોમાં પ્રવેશ માટે આધાર કાર્ડ, 2- પાસપોર્ટ ફોટા, જાતિનું પ્રમાણપત્ર, શાળા છોડયાનું પ્રમાણપત્ર, ધોરણ- 10ની માર્કશીટ, ધોરણ -12ની માર્કશીટ, ગ્રેજ્યુએટની માર્કશીટ (બધાજ ડોક્યુમેન્ટની 2 ઝેરોક્ષ લાવવી.) લઈને જવા જણાવાયું છે. નોકરી કરતાં લોકો માટે ખાસ સાંજે 6-30 કલાકે બેંચનું આયોજન કરાયું છે.

- text

- text