ખુરશીને આવેદન ! હળવદના અજિતગઢ ગામે વીજધાંધિયા દૂર ન થાય તો આંદોલન

- text


ગ્રામજનોએ પિયત સમયે વીજધાંધિયા પડતી હાલાકી અંગે વિજતંત્રને રજુઆત કરવા ગયા પણ અધિકારીઓ હાજર ન હોય ખુરસીએ આવેદન

હળવદ : હળવદના અજિતગઢ ગામે વીજધાંધિયા ગામલોકોને ભારે મુશ્કેલી પડે છે. આથી ગ્રામજનોએ પિયત સમયે વીજધાંધિયા પડતી હાલાકી અંગે વિજતંત્રને રજુઆત કરી વીજધાંધિયા દૂર ન થાય તો આંદોલન કરવાની ચીમકી આપી છે જો કે, અધિકારીઓ હાજર ન હોવાથી ખેડૂતોએ ખુરશીને આવેદનપત્ર પાઠવી રોષ ઠાલવ્યો હતો.

હળવદના અજિતગઢ ગામના લોકોએ પીજીવીએલના કાર્યપાલક ઈજનેરને સંબોધી રજુઆત કરી હતી કે, હળવદના અજિતગઢ ગામે વીજપુરવઠામાં ભારે તકલીફ પડે છે. આથી ગામના વાડી વિસ્તારમાં પિયત માટે દિવસમાં વીજળી ખોડ ફીડરમાંથી આપવા, ગામના પ્લોટ વિસ્તારમાં 11 કેવીની વિજલાઈન બદલી આપવા, ગામના વાડી વિસ્તારની લાઈન ખોડ ફીડરમાં સિંગલ ફેજ 24 કલાક આપવા, ગ્રામ્ય વિસ્તારની અંદર જ્યોતિ લાઈનમાં વીજલાઈનના વાયર બદલી આપવાની માંગ કરી છે. આ વીજ સમસ્યા 10 દિવસમાં દૂર ન થાય તો ગાંધી ચીંધ્યા વીજ કચેરીએ આંદોલન કરવાની ચીમકી આપી હતી.

જો કે, ખેડૂતો રજુઆત કરવા ગયા ત્યારે અધિકારી હાજર ન હોવાથી ખેડૂતોએ ખાલી ખુરશીને આવેદનપત્ર પાઠવી પોતાનો રોષ ઠાલવ્યો હતો.

- text

- text