મોરબીની બાજીરાજબા કન્યાશાળા ખાતે માતૃભાષા દિવસની અનોખી ઉજવણી

- text


મોરબી : મોરબીની ધબકતી અને વિકસતી સરકારી શાળા બાજીરાજબા કન્યા તાલુકા શાળા.નં.2 ખાતે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાયા હતા જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ હોંશભેર જોડાયા હતા.

મોરબીની બાજીરાજબા કન્યા તાલુકા શાળા.નં.2 ખાતે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી તથા માતૃભાષાનું મહત્વ વિશે વક્તવ્યો થયા હતા. આ પ્રસંગે વાલી સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓના વાલીઓએ હાજરી આપી હતી. ‘દીકરી ભણાવો દીકરી બચાવો’ તથા ‘ મા’ વિશે બાળાઓએ પ્રવચનો આપ્યા હતા. સાથે જ રાણી લક્ષ્મીબાઈનું એકપાત્રીય અભિનય તથા વેશભૂષા સાથે સાંસ્કૃતિક અભિનયગીત રજૂ થયા હતા.

આ ઉપરાંત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિદ્યાર્થીનીઓને આરોગ્ય અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ ૧ થી ૫ ની દીકરીઓએ કર્યું હતું. શાળાના શિક્ષિકા બહેનોએ વાલીની ફરજો અને ઉત્તમ બાળ ઉછેર વિશે વાલીઓને માર્ગદર્શન આપ્યું હતું. મોરબી તાલુકા શાળા નં.1 ના CRC કૉ.ઑર્ડિનેટર શૈલેષભાઈ કાલરિયાએ વાલી સંમેલનમાં સાંપ્રત શૈક્ષણિક પ્રવાહો અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટેની મનન્ય વાતો કરી હતી.

આ તકે વાલીઓએ પણ શાળા અને વિદ્યાર્થીનીઓ પ્રગતિ માટે પ્રશ્નોતરી કરી જાણકારી મેળવી હતી અને હરહંમેશ મદદ માટે તૈયારી બતાવી હતી. શાળાના આચાર્ય નિલેશભાઈ કૈલાએ વાલીઓ સાથે ચર્ચા કરી સુંદર સંવાદ સાધ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત શિક્ષક સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમને સફળ કરનાર હાજરી આપનાર બાળાઓ, માર્ગદર્શક શિક્ષકો, smc સભ્યો, આમંત્રિત મહાનુભાવો તથા વાલીઓનો શાળાના આચાર્યશ્રીએ આભાર માન્યો હતો.

- text

- text