મોરબી તાલુકા સેવાસદનમાં કાર ભડભડ સળગી ઉઠી

- text


ફાયર બ્રિગેડ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને આગ ઉપર કાબુ મેળવ્યો

મોરબી : મોરબીના તાલુકા સેવાસદના પાર્કિગમાં પાર્ક થયેલી બ્લુ કલરની સ્વીફ્ટ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આ કાર ભડભડ સળગી ઉઠી હતી. જો કે આગ અન્યત્ર ફેલાય તે પહેલાં જ ફાયર બ્રિગેડ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠે લાલબાગ પાસે આવેલ તાલુકા સેવાસદનના પાર્કિગમાં પાર્ક થયેલી બ્લુ કલરની સ્વીફ્ટ કારમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. આગે પળવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગની ભીષણ જ્વાળામાં આ આખી કાર લપેટાઈ ગઈ હતી અને કાર ભડભડ સળગવા લાગતા સેવાસદનના પાર્કિગમાં આ સળગતી કારની બાજુમાં પાર્ક થયેલા અન્ય વાહનો પણ આગની લપેટમાં આવી જાય તેવી દહેશત ઉભી થઇ હતી. ભારે ભીડ ધરાવતા સેવાસદનના પાર્કિગમાં કાર સળગી ઉઠતા થોડીવાર માટે અફડાતફડી મચી ગઇ હતી. બાદમાં આ બનાવની જાણ થતાં મોરબીથી ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈને સળગતી કાર ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી.

- text

- text