ચેતવા જેવું ! વાંકાનેરમાં ખેતશ્રમિકને રીક્ષામાં ગઠિયો ભટકાઈ ગયો 

- text


વાંકાનેર માર્કેટીંગ યાર્ડમા કપાસ વેચી વાડીએ જઈ રહેલા ખેતમજૂરના ખિસ્સામાંથી રોકડા રૂ. 56,700 સેરવી લીધા 

વાંકાનેર : મોરબી જિલ્લામાં ગઠિયાઓ સક્રિય થયા હોય તેવા ઘાટ વચ્ચે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાંથી કપાસ વેચી રોકડ ખિસ્સામાં મૂકી જઈ રહેલા ખેતમજૂરને ઓટો રીક્ષામાં મુસાફરના સ્વાંગમાં ગઠિયો ભટકાઈ જતા ખિસ્સામાંથી રોકડા રૂપિયા 56,700 સેરવી લેતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનથી જાણવા મળતી વિગતો મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના વાતની અને હાલમાં ખેરવા ગામે પથુભા ઝાલાની વાડીએ ખેતમજૂરી કરતા દીતેલીયાભાઈ ઉર્ફે રમેશ ભલજીભાઈ રાઠવા ગત તા.11 ફેબ્રુઆરીના રોજ વાંકાનેરના ચંદ્રપુર માર્કેટીંગ યાર્ડથી કાળા કલરની સી.એન.જી રીક્ષા નંબર- જીજે – 5985માં બેસીને જતા હતા ત્યારે રીક્ષામાં પાછળ બેસેલ એક 25થી 30 વર્ષના અજાણ્યો ઈસમે કપાસ વેચાણના ખીસ્સામા રાખેલ રોકડા 56,700 સેરવી લેતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text