મોરબીના મહેન્દ્રનગરનો પાણીનો ટાંકો ગમે ત્યારે તૂટી પડવાની દહેશત

- text


પાણીનો ટાંકો જોખમી હોવાથી તોડીને નવો બનાવવા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની પાણી પુરવઠા મંત્રીને રજુઆત

મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીનો ટાંકો જર્જરિત બન્યો છે. આ પાણીનો ટાંકો જોખમી હોવાથી તોડીને નવો બનાવવા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે પાણી પુરવઠા મંત્રી અને સાંસદને રજુઆત કરી છે.

મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન કૈલા એ પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને સાંસદ વિનોદભાઈ ચાવડાને રજુઆત કરી હતી કે, મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામે આવેલ પાણીનો ટાંકો કે જે હાલ ખુબજ જર્જરીત હાલતમાં છે અને ગમે ત્યારે તુટી પડે તેમ છે આ ટાંકાની બાજુમાંથી સમગ્ર દિવસ દરમ્યાન ઘણા વાહનો અને રાહદારીઓ પગપાળા પસાર થાય છે જો આ પાણીનો ટાંકો કુરદતી રીતે તુટી પડેતો મોટી દુર્ઘટના સર્જાય તેમ છે અને જાનમાલને મોટા પ્રમાણમાં જોખમ છે. સાથે-સાથે પાણીની પણ મોટી અછત સજાર્ય તેમ છે આ બાબતે ગ્રામજનો તરફથી અગાઉ પણ લગત કચેરી રજૂઆતો કરેલ છે અને કોઇ પરીણામ મળેલ નથી. આથી મહેન્દ્રનગરના ગ્રામજનો તરફથી તેમજ પ્રજાના ચુટાયેલા એક પ્રતિનિધી તરીકે આ આ ટાંકાને તાત્કાલીક અને યુધ્ધના ધોરણે તોડી પાડવા અને નવો ટાંકો બનાવવા માટે યોગ્ય કરવાની માંગ કરી છે.

- text

- text