હળવદના દિઘડિયા નજીક પીવાના પાણીની લાઈનમાં ભંગાણ  

- text


20 ગામોને પીવાના પાણીની લાઈનમાં લીકેજ થતા હજારો લીટર પાણીનો બેફામ બગાડ 

હળવદ : હળવદના દિઘડિયા નજીક પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું છે. 20 ગામોને પીવાના પાણીની લાઈનમાં લીકેજ થતા હજારો લીટર પાણીનો બેફામ બગાડ થયો છે. છેલ્લા ઘણા દિવસોથી પાણીનો દુવ્યય થતો હોવા છતાં પાણીની લાઈન રીપેર ન કરાતા તંત્ર સામે લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના દિઘડીયા નજીક પિવાના પાણીની લાઇન લીકેજ થવાથી હજારો લીટર પાણી વહી રહ્યું છે. જેમાં કરશનગઢ જવાના રસ્તે પાણીની લાઇનમા ભંગાણ પડતા પાણીનો બેફામ બગાડ થઈ રહ્યો છે. હળવદના ચીત્રોડી સહિત આજુબાજુના 20 ગામોને પાણી અપાતી લાઇનમા પાણીનો બગાડ થવાથી આ ગામો આગામી દિવસોમાં છતે પાણીએ તરસ્યા રહે તેવી પરિસ્થિતિ સામે આવી છે. જો કે આ પાણી લાઇનમા અવાર નવાર ભંગાણ થતું હોય લાઇન બદલવા અનેક વખત રજુઆત છતાં કોઇ જ કામગીરી નહી કરતા હવે વધુ એક વખત પાણીની લાઈનમાં ભંગાણ થયું છે અને છેલ્લા કેટલાક દિવસથી લીકેજ લાઈનમાંથી સતત પાણીનો બગાડ થતો હોવા છતાં લાઈન રીપેર કરવામા તંત્ર આળસ કરતું હોવાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

- text

- text