પેપરલીક બાદ IPS હસમુખ પટેલને પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષની જવાબદારી  

- text


પંચાયત વિભાગનું જૂનિયર ક્લાર્કનું પેપર લેવામાં નિષ્ફળતા બાદ સરકારે આ અધિકારીને સોંપી મોટી જવાબદારી

છાસવારે પેપર ફૂટવાની ઘટનાઓ રાજ્યમાં બનતી રહે છે તેમાં પણ પંચાયત સેવાની પરીક્ષાઓના પેપરો ફૂટતા આઈપીએસ હસમુખ પટેલને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. એલઆરડી પરીક્ષાની જવાબદારી તેમના સીરે હતી ત્યારે ફરી એકવાર આ જવાબદારી આપવામાં આવી છે જેઓ આજે સાંજ સુધીમાં ચાર્જ સંભાળશે.

પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર ફૂટતા રદ કરવી પડી છે. ત્યારે યુવાનોનો આક્રોશ નવી સરકાર બન્યા બાદ ફરીથી સામે આવ્યો છે. મોટી લીડ સાથે જીત મેળવ્યા બાદ પણ આ સમસ્યાનું નિવારણ સરકારે ના મેળવતા આ મામલે દરેક બાબતે હવેથી કાળજી રાખી પરીક્ષાની પદ્ધતિમાં પણ બદલાવ આવી શકે છે ત્યારે આ નવો કાર્યભાર હસમુખ પટેલને આપવામાં આવ્યો છે.100 દિવસમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાને લઈને સરકારે એલાન કરી દીધુંઆઈપીએસ હસમુખ પટેલ કે જેમના નેતૃત્વમાં એલઆરડીની પરીક્ષા લેવાઈ છે ત્યારે કોઈ પણ પ્રકારનો ઉહાપોહ પરીક્ષામાં પેપરને લઈને સામે નહોતો આવ્યો જ્યારે પંચાયત સેવા પસંદગી મંડળની પરીક્ષામાં અનેક મુસીબતો સામે આવી રહી છે ત્યારે નવી જવાબદાર હસમુખ પટેલને સોંપવામાં આવી છે.

- text

આગામી સમયમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાને લઈને સરકારે એલાન કરી દીધું છે ત્યારે આ વખતે કોઈ પણ પ્રકારની ચૂક પરીક્ષામાં ના રહી જાય તેને લઈને દરેક બાબતનું ધ્યાન સરકાર તરફથી રખાશે ત્યારે તેમાં મોટી જવાબદારી હસમુખ પટેલને સોંપાઈ છે. ત્યારે તેમના નેતૃત્વમાં પરીક્ષાનું આયોજન આ દિવસોમાં કરવામાં આવશે.

આ વખતે મોટી સંખ્યામાં પરીક્ષા આપવા માટે આવેલા વિદ્યાર્થીઓએચ વિલા મોંએ સ્કૂલના ગેટથી પાછા ફરવું પડ્યું હતું ત્યારે મોટો હોબાળો સમગ્ર રાજ્યમાં પરીક્ષા પદ્ધતિ અને તેમાં વારંવાર ફૂટતા પેપરોને લઈને જોવા મળ્યો હતો. ત્યારે આગામી વિધાનસભામાં પણ વિરોધ પક્ષ દ્વારા આ મામલે વિરોધ થશે પરંતુ એ પહેલા સરકારે ડેમેજ કંટ્રોલ કરવા માટે નવો કાયદો બનાવવામાં આવશે તેવી મોટી જાહેરાત પણ કરી દીધી છે.

- text