તારી ભત્રીજી રિસામણે કેમ ગઈ કહી મહિલાને માર મારતા કુટુંબીજનો

- text


બંગાવડી ગામે ઉર્ષમા ગયેલા મહિલા સાથે મારામારી થતા મામલો પોલીસ મથકે

ટંકારા : ટંકારા તાલુકાના બંગાવડી ગામે આવેલ બંગાપીરની દરગાહે ઉર્ષમાં ગયેલા મોરબીના મહિલાને તેના કૌટુંબિક સગાઓ તારી ભત્રીજી રિસામણે ગઈ એ સારી વાત નથી કહી માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને બે મહિલા સહિત ત્રણ વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની ઘાંચી શેરીમાં રહેતા સાદીકાબેન કાદરભાઈ ગાલબ તેમના ભત્રીજી સહિતના સગાઓ સાથે ટંકારા તાલુકાના બંગાવડી ગામે બંગા પીરની દરગાહે ઉર્ષમાં ગયા હતા ત્યારે આરોપી મદીનાબેન હુસેનભાઈ ગાલબ, રોજમીનબેન આસિફભાઈ રહે.મોરબી અને હનીફભાઈ નૂરભાઈ માડકીયા રહે. ટંકારા વાળાઓએ સાદીકાબેનની સાથે રહેલા સરતાજબેનને કહ્યું હતું કે તું રિસામણે આવી એ સારી વાત નથી.જેથી સાદીકાબેન વચ્ચે પડી આ બાબતે ઘરના વડીલો સાથે વાત કરવાનું કહેતા ત્રણેય આરોપીઓએ એક સંપ કરી માર માર્યો હતો.

- text

બનાવ અંગે ટંકારા પોલીસે સાદીકાબેનની ફરિયાદને આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text