NO ENTRY ! જયસુખ પટેલ ચાંપતા બંદોબસ્ત વચ્ચે DYSP કચેરીમાં

- text


મોરબી DYSP કચેરીમાં ચકલું પણ ન ફરકી શકે તેવી સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

મોરબી : ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ગઈકાલે મોરબીની ચીફ કોર્ટમાં અજંતા-ઓરેવા કંપનીના સંચાલક જયસુખ પટેલના આત્મસમર્પણ બાદ જેલહવાલે કરાયા બાદ તપાસનીશ અધિકારી દ્વારા મોડીસાંજે જયસુખ પટેલનો કબ્જો મેળવવામાં આવ્યો હતો.પોલીસ કસ્ટડીમાં રહેલ જયસુખ પટેલને રાત્રીના સમયે ડીવાયએસપી કચેરીમાં જ રાખવામાં આવ્યા હોવાની વિગતો વચ્ચે આજે સવારથી NO ENTRY જેવી સ્થિતિ વચ્ચે ડીવાયએસપી કચેરીમાં ચકલું પણ ન ફરકી શકે તેવી સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

135 નિર્દોષ લોકોનો ભોગ લેનાર મોરબીના ઐતિહાસીક ઝૂલતો પુલ તૂટી પડવાના દુર્ઘટનામાં ગઈકાલે અજંતા -ઓરેવાના મેનેજીંગ ડિરેક્ટર જયસુખ પટેલે મોરબીની ચીફ કોર્ટમાં આત્મ સમર્પણ કાર્ય બાદ નામદાર કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો હતો. જો કે મોડીસાંજે ઝૂલતા પુલ કેસના તપાસનીશ અધિકારી દ્વારા આરોપી જયસુખ પટેલનો કબ્જો મેળવવા અરજી કરવામાં આવતા નામદાર કોર્ટના આદેશ અન્વયે મોડીસાંજે જ મોરબી સબજેલમાંથી કબ્જો મેળવી ડીવાયએસપી કચેરી ખાતે રાખવામાં આવ્યા હતા.

જો કે ઝૂલતા પુલ કેસના આરોપી જયસુખ પટેલે રાત્રી ક્યાં વિતાવી ? રાત્રે પોલીસનું ભોજન કર્યું કે ઘેરથી ટિફિન આવ્યું ? રાત્રી દરમિયાન પોલીસે પૂછપરછ કરી કે કેમ તે સહિતની કોઈ વિગતો બહાર આવી નથી હાલમાં મોરબી DYSP કચેરીમાં ચકલું પણ ન ફરકી શકે તેવી સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને નો એન્ટ્રી જેવી સ્થિતિ વચ્ચે જયસુખ પટેલને ત્યાં જ રાખવામાં આવી રહ્યા હોવાના વાવડ મળી રહ્યા છે.

- text

- text