ઉમિયા સંકુલ અમદાવાદ ખાતે મંદિર મહાપીઠનું સ્થાપન, પૂજન-અર્ચન સમારોહ યોજાયો

- text


સનહાર્ટ ગ્રુપના એમડી ગોવિંદભાઈ વરમોરા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં મંદિર અને હોસ્ટેલનું કામ પૂરજોશમાં શરૂ

મોરબી : અમદાવાદના એસજી હાઈવે પર કડવા પાટીદાર સમાજ દ્વારા સોલા બ્રિજની બાજુમાં ઉમિયા કેમ્પસનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ કેમ્પસમાં ઉમિયા માતાજીનું મંદિર અને સમાજના દીકરા-દીકરીઓ માટે હોસ્ટેલ બનાવવાનું કામ પૂરજોશમાં ચાલુ છે. ત્યારે મંદિરનો પાયો તૈયાર થઈ જતાં મહાપીઠનું સ્થાપન, પૂજન-અર્ચન વિધિ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં સનહાર્ટ ગ્રુપના એમડી ગોવિંદભાઈ વરમોરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ઉમિયા કેમ્પસનું ગત વર્ષે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે તાજેતરમાં મંદિરના પાયાનું કામ પૂર્ણ થઈ જતાં મંદિરના મહાપીઠનું સ્થાપન કરી પૂજન-અર્ચન કરવામાં આવ્યું છે. મહાપીઠના સ્થાપન, પૂજન-અર્ચન સમારોહમાં અનેક દાતાઓ, ઉમિયા કેમ્પસના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સનહાર્ટ ગ્રુપના એમડી અને લક્ષચંડી મહાયજ્ઞના મુખ્ય યજમાન ગોવિંદભાઈ વરમોરા, કેમ્પસના ઉપપ્રમુખ રમેશભાઈ દૂધવાળા, દાતા પ્રહલાદભાઈ કામેશ્વર, મંદિરના સેક્રેટરી દિલીપભાઈ નેતાજી, તમામ હોદ્દેદારો, સર્વે કાર્યકરો, સ્વયંસેવકો, અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્થાને 6 કરોડ જેટલું માતબર દાન મળ્યું હતું. જેનો ઉપયોગ સંસ્થાના આગામી વિકાસ કાર્યોમાં કરવામાં આવશે. કાર્યક્રમને સફળ બનાવવા કાર્યકરો અને સ્વયંસેવકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી.

- text

- text