મોરબીમાં બાકી ઇ-મેમો અંગે 11મીએ લોક અદાલત

- text


 

જિલ્લામાં કુલ 3369 કેસ : 11મી પૂર્વે મેમો ભરી દેવા પોલીસની અપીલ

મોરબી : મોરબીમાં બાકી ઇ-મેમો અંગે 11મીએ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાના 3369 કેસ ધ્યાને લેવામાં આવનાર છે. આ પૂર્વે મેમો ભરી દેવા પોલીસે અપીલ પણ કરી છે.

- text

મોરબી જિલ્લા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ટ્રાફિક નિયમ ભંગ બદલ ઇસ્યુ થયેલ ઈ ચલણ પૈકી ભરપાઇ ન થયેલ ઇ ચલણના 3369 કેસ 11 ફેબ્રુઆરીએ યોજાનાર લોક અદાલતમાં મુકવામાં આવેલ છે. જે સંદર્ભે નામદાર લીગલ કોર્ટ દ્વારા નોટિસની બજવણી થઈ છે. આ લોક અદાલત બાદ પણ જો કોઈ મેમો ભરશે નહિ તો તેના વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરાશે. જેથી બાકી ઇ ચલણ ટ્રાફિક શાખા રૂમ નં.11, પોલીસ અધિક્ષકની કચેરી, સો ઓરડી સામે, મોરબી-2 ખાતે તથા શનાળા પોલીસ ચોકી, ઉપરના માળે, શનાળા રોડ, મોરબી-1 ખાતે ભરપાઈ કરવા જણાવાયું છે.

 

- text