રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના એકાઉન્ટન્ટનો વિદાય સમારંભ યોજાયો

- text


 

મોરબી : રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ગિરીશભાઈ દેવજીભાઈ ફૂલતરિયા કે જેઓ કસ્ટમરમાં ‘કાકા’ નામે પ્રખ્યાત છે તેમનો વિદાય સમારંભ બેંક પરિવાર દ્વારા યોજવામાં આવ્યો.

આ વિદાય-સન્માન સમારોહની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવી ત્યારબાદ બેંકના ઝોનલ ઓફિસર ચેતનભાઈ ભૂત, બેંક મેનેજર અતુલભાઈ કાલરિયા, મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સરાફી મંડળીના મંત્રી જયેશભાઈ બાવરવાએ પ્રસંગોચિત ઉદ્બોધન આપ્યું. સિંચાઈ કર્મચારી મંડળીના મંત્રી રાજુભાઈ સણદિયા પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. બેંકના તમામ સ્ટાફએ ગિરીશભાઈનું સન્માન કર્યું અને પ્રાર્થના કરી.

- text

- text