વ્યાજખોરોને કાબુમાં કરવા મોરબીમાં પોલીસ દ્વારા લોન દરબારનું આયોજન

- text


મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 31મીએ, વાંકાનેરમાં 1લીએ, હળવદમાં 2જીએ લોન દરબાર યોજાશે

મોરબી :મોરબી જિલ્લામાં પોલીસ દ્વારા છેલ્લા થોડા સમયથી વ્યાજખોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને વ્યાજખોરો સામે ધડાધડ ફરિયાદ નોંધીને ધરપકડ કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા લોકો વ્યાજના ચક્કરમાં ન ફસાય અને બૅંકની લોન મેળવીને પોતાની નાણાની જરૂરિયાત પૂરી કરે તે માટેની પહેલ રૂપે મોરબી જિલ્લામાં આગામી દિવસોમાં અલગ અલગ જગ્યાએ લોન દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

મોરબી જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરકારના ગૃહ વિભાગના વ્યાજખોરોને નાથવાના આદેશને પગલે મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં વ્યાજખોરીના 18 જેટલા ગુન્હા નોંધાવામાં આવ્યા છે અને વ્યાજખોરી જડમૂળમાંથી નાબૂદ થાય તેવા સરકારના અભિગમ સાથે મોરબી જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરી સામે કાર્યવાહી કરવાની સાથે લોકો વ્યાજખોરીના નાગચુડમાં ન ફસાય અને એના બદલામાં સરકાર માન્ય ફાયનાસિયલ પેઢી અને બૅંકની લોન મેળવે તે હેતુસર આગામી દિવસોમાં લોન દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી સીટી પોલીસ પરેડ ગાઉન્ડ ખાતે 31 જાન્યુઆરીને બપોરે 12 વાગ્યે અને વાંકાનેરના સીટી પોલીસ મથકના ગાઉન્ડમાં 1 ફ્રેબ્રુઆરીએ તેમજ હળવદના પોલીસ મથક ખાતે તા.2 ફ્રેબ્રુઆરીના રોજ લોન દરબાર યોજાશે. જેમાં લોકોને સરકાર માન્ય ફાયનાસિયલ પેઢી અને બૅંકો નાણાંકીય યોજના વિશે વિસ્તૃત માહિતી આપશે.

 

- text