મોરબી રામધન આશ્રમ ખાતે આજથી ભવ્ય દેવી ભાવગત કથાનો પ્રારંભ

- text


બાળવિદુષી રત્નેશ્વરી દેવી (રતનબેન) 7 ફેબ્રુઆરી સુધી કથાનું રસપાન કરાવશે

મોરબીઃ મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમ ખાતે આજે તારીખ 30 જાન્યુઆરીથી ભવ્ય દેવી ભાગવત કથાનો પ્રારંભ થયો છે. આ કથા તારીખ 7 ફેબ્રુઆરી સુધી ચાલશે. જેમાં દરરોજ બાળવિદુષી રત્નેશ્વરી દેવી (રતનબેન) શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે.

- text

જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ- મહેન્દ્રનગર દ્વારા સર્વ જીવ કલ્યાણ અર્થે રામધન આશ્રમ ખાતે આજથી શરૂ થનારી દેવી ભાગવત કથા પ્રસંગે આજે બપોરે 3-30 કલાકે રામજી મંદિરથી કથા મંડપ સુધી પોથી યાત્રા યોજાશે. 30 જાન્યુઆરી થી 7 ફેબ્રુઆરી સુધી દરરોજ સવારે 9 થી 11 અને બપોરે 3 થી 5 વાગ્યા સુધી બાળવિદુષી રત્નેશ્વરી દેવી (રતનબેન) પોતાના મધુર અને સુરીલા કંઠથી સંગીતમય શૈલીમાં ભાગવત કથાનું રસપાન કરાવશે. 3 ફેબ્રુઆરીના રોજ 108 રાંદલ માના લોટા તેમ યજ્ઞ પવિતનું આયોજન કરાયું છે. આ ઉપરાંત કથામાં દરરોજ પાવનકારી પ્રસંગો ઉજવાશે તો આ કથાનો લ્હાવો લેવા ભાવિક ભક્તોને આમંત્રણ પાઠવાયું છે.

- text