વાંકાનેરમાં જે કે લક્ષ્મી સિમેન્ટ દ્વારા નિશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

- text


 

વાંકાનેર: વાંકાનેરમાં જે.કે. લક્ષ્મી સિમેન્ટ લિમિટેડ દ્વારા CSR ઍક્ટિવિટીના ભાગ રૂપે કોન્ટ્રાક્ટરો, કડિયા-કારીગરો તથા તેઓના પરિવારજનો માટે દેકાવાડીયા હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ જિલ્લાના જે.કે. લક્ષ્મી સિમેન્ટના પ્રમોટર સુનિલભાઈ જૈન, વિક્રમભાઈ રાણભાણ, તેમજ સેલ્સ ઓફિસર સમીરભાઈ મહેતા, વિવેકભાઈ રૂપારેલિયા તથા જીગ્નેશભાઈ ચોરેરા ઉપરાંત ટેકનિકલ ઓફિસર મયુરભાઈ ભટ્ટી, ટંકારાના બીપીનભાઈ પ્રજાપતિ મારુતિ સેલ્સ ખાસ હાજર રહ્યા હતા.

દેકાવાડીયા હોસ્પિટલના એમ.ડી. ડોક્ટર ઈમ્તિયાઝ દેકાવાડીયા દ્વારા રેગ્યુલર ચેકઅપ, સુગર, બ્લડપ્રેશર, ઓક્સિજન લેવલ, હાઈટ, વજન, B.M.I. વગેરેની ચકાસણી નિ:શુલ્ક કરી આપી હતી. જેમાં બહોળા પ્રમાણ મોરબી, ટંકારા, વાંકાનેરના ડીલર પરિવારોએ લાભ લીધો હતો. જે.કે. લક્ષ્મી સિમેન્ટ દ્વારા કડિયા, કોન્ટ્રાક્ટરો, તથા તેના પરિવારજનોની સ્વાસ્થ્યની જાળવણીના ભાગરૂપે આખા ગુજરાતના દરેક જિલ્લા તથા તાલુકા લેવલે આરોગ્ય કેમ્પનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવે છે. જેમાં ઉપરોક્ત તપાસ સાથે આંખની, હૃદયની તથા વિવિધ રોગની ચકાસણી આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં નિ:શુલ્ક કરી આપવામાં આવે છે.

- text

 

- text