હળવદનો ફોટોગ્રાફર બ્લેક એન્ડ વાઈટ સ્કોચ સહિતની દારૂની 11 બોટલ સાથે ઝબ્બે

- text


એલસીબી ટીમે લક્ષ્મીનારાયણ ચોકમાં સપાટો બોલાવ્યો

હળવદ : હળવદ શહેરના લક્ષ્મી નારાયણ ચોકમાં મોરબી એલસીબી ટીમે સપાટો બોલાવી ફોટોગ્રાફર યુવાનને વિદેશી દારૂની લક્ઝુરિયસ ગણાતી બ્લેક એન્ડ વાઈટ સ્કોચ સહિત 11 વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરતા હળવદની પ્યાસી આત્માઓમા ફફડાટ ફેલાયો છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને સચોટ બાતમી મળી હતી કે હળવદના લક્ષ્મી નારાયણ ચોકમાં ફોટોગ્રાફીનો વ્યવસાય કરતો ધવલ નરેન્દ્રભાઈ શુક્લ પોતાના કબ્જામાં મોંઘો દાટ વિદેશી દારૂ રાખી વેચાણ કરવાના ઇરાદે સંગ્રહ કર્યો છે. જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા ધવલના કબ્જામાંથી ઓલ સિઝન ગોલ્ડન કલેક્શન વ્હીસ્કીની 7 બોટલ, બ્લેક એન્ડ વાઈટ બ્લેન્ડેડ સકોચની 3 બોટલ તેમજ બ્લેન્ડર્સ પ્રાઇડ વ્હીસ્કીની 1 બોટલ મળી કુલ 11 બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 9250 મળી આવતા ફોટોગ્રાફર ધવલ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરાવ્યો હતો.

- text