ચિઠ્ઠી, ચબરખી નહિ હવે વોટ્સએપમા વરલી મટકા

- text


મોરબી એલસીબીએ કેસરબાગ નજીક આધુનિક વરલી મટકાની કપાત પકડી

મોરબી : વર્ષોથી ચિઠ્ઠી, ચબરખીમા આંકડા લખી રમાતો વરલી મટકાનો જુગાર હવે આધુનિક બની ગયો છે, વરલીની કપાત લેતા બુકીઓ હવે વોટ્સએપમાં જ આંકડા લખી લેતા હોવાનું મોરબી એલસીબી ટીમે ઝડપી લઈ એક બુકીને પકડી પાડી અન્ય એક કપાત લેનારનું નામ ખોલાવ્યું છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે કેસરબાગ નજીકથી વરલી મટકાનો જુગાર રમાડતા યુનુસ ઉર્ફે કારો નથુસા શાહમદાર નામના આરોપીને મોબાઈલ ફોનમાં વોટ્સએપમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 4260 અને એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 2500 મળી રૂ.6760નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વધુમાં પોલીસની પૂછતાછમા આરોપી વરલી મટકાની કપાત કાલિકા પ્લોટમાં રહેતા અવેશ નામના આરોપી પાસે કરાવતો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text