મોરબીની પી.જી. પટેલ કોલેજમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

- text


મોરબી : મોરબીની કોમર્સ અને મેનેજમેન્ટ ક્ષેત્રની અગ્રણી એવી પી.જી. પટેલ કોલેજમાં તા. 6 અને 7 જાન્યુઆરીના રોજ P.G.P પ્રીમિયર લીગ અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન રવાપર ગામથી આગળ ક્રિકેટનાં મેદાન ખાતે કરવામાં આવ્યું હતું.

આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોલેજના તમામ ક્લાસની ટીમે ભાગ લીધો હતો. તારીખ 6 જાન્યુઆરી 2023 ના રોજ લીગ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું અને તારીખ 7 જાન્યુઆરી 2023 ના રોજ સેમિફાઇનલ અને ફાઇનલ મેચ યોજઈ હતી.

મેચ પહેલા ભારતનું રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું.તમામ મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને મેન ઓફ ધ મેચના પ્રાઈઝ આપવામાં આવ્યા હતા. સેમિફાઇનલમાં S.Y B.com English મીડીયમ, T.Y B.com ગુજરાતી મીડીયમ તેમજ B.B.A Sem-4 અને F.Y B.com ગુજરાતી મીડીયમની ટીમે જગ્યા બનાવી હતી.

આ ચારેય ટીમ વચ્ચે સેમિફાઇનલ રાઉન્ડ રમાયા બાદ ફાઇનલમાં S.Y B.B.A. અને S.Y B.com English એ પ્રવેશ મેળવ્યો હતો. આ બે ટીમ વચ્ચે રસપ્રદ ફાઈનલ મેચ યોજાઇ હતી. જેમાં અંતમાં S.Y B.com English ની ટીમ વિજેતા બની હતી.

- text

ટુર્નામેન્ટના અંતે બેસ્ટ બેટ્સમેન સાનજા યસ, બેસ્ટ બોલર ચાવડા પાર્થ, પ્લેયર ઓફ ધ સિરીઝ નાકરાણી વિવેક જાહેર થયા હતા. વિજેતાઓને વિન્નર્સ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ટુર્નામેન્ટમાં ઍમ્પાયર તરીકે ચેતનભાઈ ભણસાલી અને મિતુલસિહ ઝાલા એ સેવા આપી હતી.

- text