હળવદ નજીક ટ્રકમાંથી અધધધ રૂ. ૩૪ લાખનો દારૂ નીકળ્યો

- text


 

એલસીબીનું સફળ ઓપરેશન, દૂધના ફિલ્ટર મશીનની આડમાં દારૂની હેરફેર થતી હતી, એક શખ્સની ધરપકડ, અન્ય એકનું નામ પણ ખુલ્યું

 

હળવદ : હળવદ તાલુકાના ઢવાણા પાટીયા પાસે એલસીબીએ ટ્રકમાં દૂધના ફિલ્ટર મશીનની આડમાં છુપાવીને લઈ જવાતો રૂ. ૩૪ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. જેની ગણતરી કરતા પોલીસને કલાકોનો સમય લાગ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબીને ખાનગી રાહે હકિકત મળેલ કે, અમદાવાદ-ધ્રાંગધ્રા તરફથી એક ટાટા ટ્રક નંબર-RJ-19-GC-0919 હળવદ-માળીયા તરફ આવનાર છે જે ગાડીના ઠાઠામાં દુધના ફીલ્ટર મશીનની આડમાં ગે.કા. રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. તેવી ચોકકસ હકિકત આધારે હળવદ તાલુકાના ઢવાણા પાટીયા પાસે વોચ ગોઠવતા હકીકત વાળી ટ્રક નીકળ્યો હતો.

આ ટ્રકની અંદર ચેકીંગ હાથ ધરતા તેમાંથી મેકડોવેલ્સ-૦૧ કલેશન વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની બોટલો નંગ-૫૯૪૦ કિ.રૂ.૨૨,૨૭,૫૦૦/- , ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની બોટલો નંગ-૧૦૮૦ કિ.રૂ.૬,૪૮,૦૦૦/- (૩) રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. ની બોટલો નંગ-૧૧૭૬ કિ.રૂ.૬,૧૧,૫૨૦/- મળી રૂ. ૩૪.૮૬ લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ સાથે ટ્રક મળી પોલીસે કુલ રૂ. ૪૪.૯૩ લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

એલસીબીએ ટ્રક ડ્રાઇવર કૈલાશભાઇ મદનસીંગ નેહરાઉ.વ. ૨૧ રહે. સીવકર (રામપુરા) તા.જી.બાડમેર (રાજસ્થાન) વાળાની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં પ્રકાશભાઇ જાખડ રહે. સરલી તા.જી.બાડમેર (રાજસ્થાન)નું નામ ખુલતા બન્ને સામે હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ કે.જે.ચૌહાણ, પ્રો.પો.ઇન્સ. તથા PSI એન.બી. કલસરિયા, એન.એચ. ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો જોડાયેલ હતાં.

- text

- text