પ્રમુખ સ્વામી મહારાજનગરમાં મહિલા દિનની ઉજવણી

- text


 

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા હજારો બાલિકા- કિશોરી- યુવતી- મહિલા પ્રવૃત્તિ કેન્દ્રો, ૬૦થી વધુ યુવતી પ્રશિક્ષણ શિબિરો અને ૧૦૦ થી વધુ પ્રતિભાવિકાસ પર્વો દ્વારા મહિલાઓ બની રહી છે નિર્ભય, આત્મનિર્ભર અને પરિવારના સુખાકારીની આધારશિલા

મોરબી : પ્રમુખ સ્વામી મહારાજનગરમાં આજે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સાંજે ૪.૪૫ વાગ્યે ધૂન અને પ્રાર્થના સાથે કાર્યક્રમનો આરંભ થયો. આજના કાર્યક્રમમાં અનેકવિધ મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

ભગવાન સ્વામિનારાયણનાં કાર્યને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે વિશાળ ફલક પર વિસ્તાર્યું. BAPS સંસ્થાની મહિલા પાંખે દેશ-વિદેશમાં પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી આયોજનબદ્ધ વિકાસ સાધ્યો છે. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી થયેલું મહિલા ઉત્કર્ષનું કાર્ય સમગ્ર સમાજ માટે ઉપકારક સાબિત થયું છે.

કન્યા કેળવણીના પ્રખર પુરસ્કર્તા પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી કરમસદ અને રાંદેસણમાં વિશાળ વિદ્યસંકુલોની સાથે સાથે BAPS સંસ્થાના વિવિધ સત્સંગકેન્દ્રો દખાતે યોજાતી કારકિર્દી માર્ગદર્શન શિબિરો, વાંચન પર્વ, અભ્યાસ પર્વ, કેમ્પસ સભાઓ, સ્પોકન ઇંગ્લિશ વર્ગો, ઓડિયો-વિઝ્યુઅલ વર્કશોપ, સ્કોલરશીપ જેવી પ્રવૃત્તિઓ હજારો કિશોરીઓ- યુવતીઓની કારકિર્દી ઘડતરમાં ઉપકારક સાબિત થઈ રહી છે.   પ્રતિસપ્તાહ યોજાતી હજારો મહિલા સત્સંગ સભાઓ મહિલાઓને પારિવારિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક ઉચ્ચતા તરફ આરોહણ કરાવી રહી છે.૧૯૭૫ થી આજપર્યંત મહિલા દિન નિમિત્તે દેશ વિદેશમાં યોજાતા સંમેલનો લાખો મહિલાઓ માટે તેઓના પ્રશ્નો પ્રત્યે વિશેષ જાગૃતિ કેળવનારાં બની રહ્યા છે.

આ વેળાએ મહામહિમ પાદરી ડૉ. ડોર્કાસ રિગાથી, સેકન્ડ લેડી – કેન્યા રિપબ્લિક, આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ, દર્શનાબેન જરદોશ, કેન્દ્રીય રાજ્ય મંત્રી – ભારત સરકાર, મીનાક્ષી લેખી, કેન્દ્રીય રાજ્ય મંત્રી – ભારત સરકાર, રંજનબેન ભટ્ટ, સંસદ સભ્ય – લોકસભા,રાજદૂત ઇરેન અચીંગ ઓલૂ, ભારતમાં કેન્યાના ડેપ્યુટી હાઇ કમિશનર, જસ્ટિસ અભિલાષાબેન કુમારી, ન્યાયિક સભ્ય – લોકપાલ સમિતિ, પ્રો. હેન્ના હી-સન કિમ, પ્રોફેસર અને માનવશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ – એડેલ્ફી યુનિવર્સિટી, ગીતાબેન જે પટેલ, અમદાવાદ શહેરના ડેપ્યુટી મેયર, દર્શનાબેન વાઘેલા, ડેપ્યુટી મેયર – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેટર, સુનૈના તોમર (IAS), એડ. મુખ્ય સચિવ – સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત, ડો.પાયલબેન કુકરાણી, ધારાસભ્ય – નરોડા (ગુજરાત), કંચનબેન રાદડીયા, ધારાસભ્ય – ઠક્કરબાપા નગર (ગુજરાત), ડો. જયંતિ એસ. રવિ, સેક્રેટરી – ઓરોવિલ ફાઉન્ડેશન, હિતેશ ભટ્ટ, સ્થાપક અને સીટીઓ – ભટ્ટ ફાઉન્ડેશન ઇન્ક. ઉપસ્થિત રહ્યા હતા.

BAPS ના પૂ. ડો. જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવ્યું,“ ૨૦૦૧ ના ભૂકંપ બાદ BAPS સંસ્થા અને ગુજરાત સરકાર દ્વારા પુનર્વસન હાથ ધરવામાં આવ્યું હતું. પ્રમુખસ્વામી મહારાજે તે સમયે સિવિલ એન્જિનિયર્સ  અને આકિટેક્ટસને સૂચન કર્યું હતું કે નવનિર્મિત ગામ ત્યાંનાં લોકજીવન અને જીવનશૈલીને અનુરૂપ હોવું જોઈએ. પ્રમુખસ્વામી મહારાજ લોકોની જરૂરિયાતોને યથાર્થ સમજી શકતા.  પ્રમુખસ્વામી મહારાજ નગર ‘ Use, Reuse and No abuse’ ના વિચાર સાથે સર્જન પામ્યું છે. અહી ૧૦ લાખ કરતાં વધુ ફૂલ છોડ રોપવામાં આવ્યા છે. ૧૭૦ જેટલી પાણીની પરબ છે. સમગ્ર નગર, શૌચાલયો વગેરે અત્યંત સ્વચ્છ છે.”

- text

ડો. રૂબી ઓઝાએ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા મહિલા ઉત્કર્ષની પ્રવૃત્તિને બિરદાવી હતી. સાંચી યુનિવર્સિટીઓફ બુદ્ધિસ્ટ- ઈન્ડિક સ્ટડીઝના ઉપ-કુલપતિ ડો. નીરજ ગુપ્તાએ શતાબ્દી મહોત્સવમાં આ આયોજન કરવા બદલ BAPS સંસ્થાનો આભાર માન્યો હતો. એડેલ્ફી યુનિવર્સિટીમાં પ્રોફેસર અને માનવશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રો. હેન્ના હી-સન કિમે જણાવ્યું, “BAPS સંસ્થાએ મારી કારકિર્દીને આગવો આકાર આપ્યો છે. પ્રમુખસ્વામી મહારાજે  યુવતી તાલીમ કેન્દ્ર દ્વારા યુવતીઓને સ્વ-જાગૃતિ અને સ્વ-વિકાસનો માર્ગ ચીંધ્યો. યુવતી તાલીમ કેન્દ્ર નૈતિકતાની પ્રયોગશાળા છે.”

IAS ડો. જયંતી રવિએ જણાવ્યું,“ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવવાનો અવસર સાંપડ્યો તે સદ્ભાગ્ય છે. ભક્તિ અને સમર્પણ દ્વારા સંવાદિતાસભર વાતાવરણ જોવા મળી રહ્યું છે.” તેમણે BAPS દ્વારા થઈ રહેલાં તમામ કાર્યોની સરાહના કરી. ડો. નીતા શાહે ૧૮ મી સદીમાં ભગવાન સ્વામિનારાયણ દ્વારા અને તે જ પરંપરામાં પ્રમુખસ્વામી મહારાજે કેવી રીતે નારી ઉત્કર્ષના કાર્યને આગળ ધપાવ્યું તેના પર પ્રકાશ પાડયો.

યુનિવર્સિટી ઓફ મેરી વૉશિંગ્ટનના આસિસ્ટન્ટ પ્રોફેસર કલ્પેશ ભટ્ટે પ્રમુખસ્વામી મહારાજે સાધુતાના નિયમોને અક્ષુણ્ણ રાખી કેવી રીતે મહિલા ઉત્કર્ષની જ્યોત જગાવી તેના વિષે વાત કરી.મુંબઈની સથાયે કોલેજના દર્શનવિભાગના પૂર્વ અધ્યક્ષ ડો. પૂર્ણિમા દવેએ જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજે મહિલા લેખકો અને કેવળ મહિલાઓ માટે કોન્ફરન્સના આયોજનોને ઉત્તેજન આપ્યું. ભગવાન સ્વામિનારાયણે ચરિત્ર્યનિર્માણ, દલિત ઉત્થાન અને નારી ઉત્કર્ષમાં મહત્વનું પ્રદાન કર્યું.

અમદાવાદમાં ગુજરાત યુનિ.ના અંગ્રેજીવિભાગમાં પૂર્વ અધ્યક્ષ અને પ્રોફેસર એવા ડો. રંજના હરિશે જણાવ્યું,“ભગવાન સ્વામિનારાયણે મોક્ષ માર્ગમાં સ્ત્રીઓને ભક્તિ કરવા અધિકારો આપ્યા. નારીને ગૌરવ અપાવ્યું.” જીવનમાં મુશ્કેલીના સમયમાં પ્રમુખસ્વામી મહારાજે પત્ર લેખન દ્વારા આપેલ માર્ગદર્શનની સ્મૃતિ તેમણે કરી હતી.

- text