પ્રોજેક્ટ કાગળ ઉપર : મોરબીમાં નવી પાલિકા કચેરી, એરપોર્ટ સહિતના પ્રોજેક્ટ અધ્ધરતાલ

- text


લાતીપ્લોટમાં રસ્તા, સ્ટોમ વોટર પ્રોજકેટ અધૂરા : નટરાજ ફાટક પર ઓવરબ્રિજ અને મચ્છુ નદી ઉપર રિવર ફ્રન્ટ બનાવવાની વર્ષોથી હવામાં થતી વાતો

મોરબી : મોરબીમાં નગરપાલિકાએ ગત વર્ષે કાગળ ઉપર ચિતરેલા કામો આજેય સાકાર થયા નથી. એમાં વર્ષોથી ચાલતા કામો જેની મુદત પૂરી થઈ હોવા છતાં એ પ્રોજેકટ આજેય અધૂરા છે. જેમાં હાલની મોરબી નગરપાલિકા કચેરી જર્જરિત બની ગઈ હોય નવી નગરપાલિકા બનાવવાનું છેલ્લા પાંચ વર્ષથી કામ ચાલુ છે. છતાં હજુ સુધી નગરપાલિકા બનનાવાનું કામ પૂરું થયું નથી.

રૂ. 3.65 કરોડના ખર્ચે પાંચ વર્ષ અગાઉ એટલે 2017માં મોરબીની નવી નગરપાલિકા બનાવવાનું કામ શરૂ થયું હતું. અત્યાર સુધી આ કામ માત્ર 65 ટકાએ પહોંચ્યું છે. તેમાં બે કોન્ટ્રકટર પણ બદલી નાખવામાં આવ્યા હતા. જે દોઢ વર્ષના કામની મુદત હતી તે કામ પાંચ વર્ષેય અધૂરું રહેતા ખુદ તંત્ર પોતાની નવી કચેરીના કામમાં આટલી ઢીલાશ રાખતી હોય તો બાકીના વિકાસ કામો ક્યાંથી પુરા થાય ? ગયા વર્ષે શહેરની આર્થિક કરોડરજ્જુ ગણાતા અને વર્ષોથી સુવિધા ઝંખતા ઔદ્યોગિક વિસ્તાર લાતીપ્લોટમાં ગયા વર્ષે રૂ.4.60 કરોડના ખર્ચે નવા રસ્તા અને ભૂગર્ભ ગટરની સમસ્યા હલ કરવા સ્ટ્રોમ વોટરના પ્રોજકેટ અમલમાં મુકાયા હતા. પણ આ કામો પણ આજેય પુરા થયા નથી, આથી લાતીપ્લોટની ખરાબ રસ્તાઓ અને ઉભરાતી ગટરની ખૂબ ગંભીર પરિસ્થિતિ છે. ત્યાં સ્ટ્રોમ વોટરના કામ થાય પછી રસ્તાના કામો થાય તેમ છે. પણ સ્ટ્રોમ વોટરના કામો હજુ લટકેલા છે.પંપમિગ સ્ટેશનમાં પણ લોચો પડ્યો છે. દર વર્ષે નટરાજ ફાટક પર ઓવરબ્રિજ, મચ્છુ નદી ઉપર રિવર ફ્રન્ટ સહિતના પ્રોજકેટ પાલિકાના જનરલ બોર્ડમાં મંજુર થાય છે. પણ આ મહત્વના પ્રોજેકટ હજુ હવામાં જ હોય એમ કાગળ પર અંકિત બનીને રહી ગયા છે.

- text

ઉપરાંત મોરબી જેતપર રોડ અને મોરબી હળવદ રોડને ફોરલેનનું કામ હજુ શરૂ થયું નથી.જ્યારે મોરબી રાજકોટ રોડનું 2017 કામ શરૂ થયા બાદ આજેય અધૂરું છે. જેમાં નવલખી ફાટક પર ઓવરબ્રિજનું કામ હજુ પૂરું થયું નથી. જ્યારે વર્ષોથી એરપોર્ટ બનાવવાની દિશામાં પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે મોરબી જેતપર રોડ, મોરબી હળવદ રોડને ફોરલેન મંજુર થયો હોય તેમજ મહેન્દ્રનગર રોડનું કામ નવા વર્ષે એનું કામ શરૂ થાય એવી આશા છે. આ ઉપરાંત મોરબીના વર્ષોથી સુવિધા ઝંખતા 115 વાડી વિસ્તારમાં મંજુર ઘયેલા રોડ રસ્તા સહિતના કામો નવા વર્ષથી શરૂ થાય એવી લોકોને આશા છે.

 

- text