સિરામીક ઇન્ડસ્ટ્રીઝ સાથે ફ્રોડ મામલે સીટની રચના કરવા રેન્જ આઇજી સાથે બેઠક કરતા ઉદ્યોગકારો

- text


મોરબી : મોરબી સિરામીક ઉત્પાદકો સાથે બહારના રાજ્યોમાં થતી છેતરપિંડી રોકવા ગઈકાલે મોરબી સિરામીક એસોશિએશન દ્વારા ગૃહમંત્રી સાથે રૂબરૂ રજુઆત થયા બાદ આજરોજ એસોસીએશનના હોદેદારોએ રાજકોટ રેન્જ આઇજી સાથે બેઠક યોજી ફ્રોડ મામલે સીટની રચના કરવા મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરી હતી.

મોરબી સીરામીક એસોસીએશનના જણાવ્યા મુજબ મોરબીમા સીરામીક ઉદ્યોગ આજે 95% ટાઈલ્સ અને સેનેટરીવેરનુ ઉત્પાદન કરતો હોઈ આ કલ્સ્ટરમા આવતી અનેક સમસ્યામાની સૌથી મોટી સમસ્યા એ છે કે સીરામીક ઉદ્યોગકારો અલગ અલગ રાજ્યોમા કરતા વેચાણમા કેટલાક વેપારીઓ માલ લઈને પેમેન્ટ ખોટા કરે છે તેમજ દિવસે દિવસે વઘતી જતા ફ્રોડને કારણે નાણા ફસાઈ જવાનું પ્રમાણ ખુબ જ વધ્યું છે.

- text

વધુમાં આ ગંભીર બાબતે ગઈકાલે ઘારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની આગેવાનીમા મોરબી સીરામીક એસોસીએસનના તમામ પ્રમુખ ગાંઘીનગર ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીને રૂબરૂ મળી એસઆઈટીની રચના કરવા માટે રજુઆતો કરી હતી જેના અનુસંઘાને આજરોજ રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવને રૂબરૂ મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલીયા, વિનોદભાઈ ભાડજા, કિરીટભાઈ પટેલ મળ્યા હતા અને સીટની રચના મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરી હતી.

- text