મોરબીના અનેક ગામોના ખેડૂતોને અતિવૃષ્ટિ સહાય ન ચુકવાતા ખેડૂતોમા નારાજગી

- text


કાંતિપુર, મોડપર, બીલીયા, માણેકવાડા અને હજનાળી ગામના ખેડૂતો દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી વહેલી તકે સહાય ચૂકવવા માંગ

મોરબી : મોરબી જિલ્લામાં ઓણસાલ ભારે વરસાદને કારણે મોરબી, માળીયા તાલુકાના અનેક ગામોના ખેડુતોનો ખરીફ પાક નિષ્ફળ જતા ખેડૂતોની સતત રજુઆત બાદ અતિવૃષ્ટિ સહાય મંજુર કરવામાં આવી હતી પરંતુ તેમાં પણ કાંતિપુર, મોડપર, બીલીયા, માણેકવાડા અને હજનાળી ગામના ખેડૂતો સહાયથી વંચિત રહેતા આ મામલે ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી તાકીદે સહાય ચૂકવવા માંગ ઉઠાવી છે.

- text

ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન મોરબી અને માળીયા તાલુકામાં ભારે વરસાદને પગલે મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોનો પાક નિષ્ફળ જતા સ્થાનિકથી લઈ રાજ્યના કૃષિમંત્રી સુધી રજુઆત બાદ ખેડૂતોને અતિવૃષ્ટિ સહાય મંજુર કરવામાં આવી હતી પરંતુ મોરબી તાલુકાના કાંતિપુર, મોડપર, બીલીયા, માણેકવાડા અને હજનાળી ગામના ખેડૂતોને હજુ સુધી સહાય ન મળતા સહાયથી વંચિત પાંચેય ગામના ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને રજુઆત કરી તાકીદે અતિવૃષ્ટિ સહાય ચૂકવવા માંગ કરી હતી.

- text