મોરબીમાં ભોજન લઈ આરએસએસ વડા મોહન ભાગવત રવાના થયા

- text


કોઈ જાહેર કાર્યક્રમ નહી માત્ર ભોજન અને વિશ્રામ માટે મોરબીમાં થોડો સમય રોકાયને રવાના થયા

મોરબી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક મોહન ભાગવત આજે મોરબી આવ્યા હતા. જો કે, મોરબીમાં તેમનો કોઇ જાહેર કાર્યક્રમ નહિ માત્ર તેઓ પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક જયંતીભાઈ ભાડેશીયાના નિવાસે ભોજન લઈ રાજકોટ તરફ રવાના થયા હતા.

સંઘની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય કચ્છના અંજાર ખાતે આરએસએસની ત્રિદિવસીય બેઠક યોજાઈ હતી જેમાં હાજરી આપવા આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક મોહન ભાગવત આજે રાજકોટથી હવાઈ માર્ગે રવાના થતા પૂર્વે મોરબી ખાતે પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક જયંતીભાઈ ભાડેશીયાના નિવાસે ભોજન લેવા ટૂંકું રોકાણ કર્યું હતું. આ અંગે પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક જયંતીભાઈ ભાડેશીયાએ જણાવ્યું હતું કે મોહન ભાગવત સંઘની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય કચ્છના અંજાર ખાતે બેઠકમાં હાજરી આપી માત્ર તેમના ઘરે ભોજન અને વિશ્રામ માટે રોકાયા હતા. કોઈ જાહેર કાર્યક્રમ ન હતો. બસ તેમની સાથે પારિવારિક વાતો તેમજ સંઘના કાર્યો વિશે ચર્ચા થઈ હતી.

- text

- text