ઓમ વિદ્યાલય-જબલપુર ખાતે તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું

- text


ટંકારા : ટંકારા તાલુકાના જબલપુર ગામે આવેલી ઓમ વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. જેમાં બહુચર વિદ્યાલય- મિતાણાના વિદ્યાર્થીની કૃતિએ તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.

GCERT- ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ, તથા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી- મોરબી આયોજિત તાલુકા કક્ષાનું વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ઓમ વિદ્યાલય જબલપુર ખાતે યોજાયું હતું. આ પ્રદર્શનમાં બહુચર વિદ્યાલય મિતાણાના વિદ્યાર્થી ગાંભા અમિત સિંધાભાઈ અને બાંભવા સની નાગજીભાઈએ બનાવેલ હોમમેઇડ ફર્ટિલાઇઝર એન્ડ સીડ સ્કેટરર કૃતિ તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી પસંદગી પામી છે. આ વિદ્યાર્થીઓ કૃતિ સાથે હવે જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે. આ કૃતિ બનાવવામાં જરૂરી માર્ગદર્શન શાળાના કર્મચારી ગણેશભાઈ દેવડા, રમેશભાઈ ઢેઢી, વર્ષાબેન વિરમગામા, દિવ્યાબેન વોરા તથા શાળાના વિજ્ઞાન શિક્ષક અને શાળાના આચાર્ય પ્રવીણચંદ્ર બાબુલાલ વાટકીયાએ પ્રેરકબળ પૂરું પાડ્યું હતું.

- text

- text