મોરબીમા ઉર્જા સપ્તાહ અંતર્ગત સેફ્ટી વર્કશોપ અને સેફ્ટી ફિલ્મનું નિર્દશન 

- text


મોરબી : પીજીવીસીએલ દ્વારા ઉર્જા સપ્તાહની ઉજવણી થઈ રહી છે. ત્યારે આ ઉજવણીના ભાગરૂપે વીજ અકસ્માત ઘટાવા માટે વીજ કર્મચારીઓમાં સલામતી અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી પીજીવીસીએલ વિભાગીય કચેરી મોરબી-1 અને 2 દ્વારા સેફ્ટી વર્કશોપ યોજાયો હતો તથા વીજ કર્મચારીઓને પરિવાર સાથે સેફ્ટી અંગેની ફિલ્મ દર્શાવવામાં આવી હતી.

પીજીવીસીએલ મોરબી દ્વારા ગઈકાલે તારીખ 19 ડિસેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં કાર્યપાલક ઈજનેર જે. સી. ગોસ્વામીએ વીજ કર્મચારીઓને સલામતી પૂર્વક કામ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું તથા સલામતી અંગે વિસ્તૃત સમજણ આપી હતી. કાર્યપાલક ઈજનેર પી. પી. બાવરવા દ્વારા કર્મચારીઓને કામ કરતી વખતે સલામતીનું ધ્યાન કઈ રીતે રાખવું તે અંગે સમજણ આપી ફિલ્મનું નિર્દશન પણ કરાયું હતું.આ કાર્યક્રમમાં મોરબી, માળીયા તથા ટંકારા તાલુકા હેઠળના વિવિધ 11 પેટા વિભાગનાં વીજ કર્મચારીઓએ ભાગ લીધો હતો. નાયબ ઈજનેર એન. આર. હુંબલ દ્વારા તમામ લાઈન સ્ટાફ મિત્રોને સલામતીનું મહત્વ સમજાવી, લાઈન કામ કરતી વખતે સલામતીના નિયમોનું પાલન કરવા સલામતી અંગે પ્રતિજ્ઞા લેવડાવી હતી.

- text

- text