ડો. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી દ્વારા સ્નેહ મિલન યોજાયું

- text


મોરબી : ડો. હેડગેવાર સ્મારક સમિતિ- મોરબી શાખા(રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત) દ્વારા મોરબી જિલ્લામાં સેવા કાર્ય દ્વારા સુવાસ ફેલાવતી જુદી જુદી સંસ્થા તથા વ્યક્તિગત સેવા કરતા કાર્યકરોનું સેવા સંસ્થા સ્નેહ મિલન ગત તારીખ 18 ડિસેમ્બરના રોજ ખોખરા હનુમાન, હરિહર ધામ ખાતે યોજવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ઋષિ કુમારો દ્વારા મંત્રોચ્ચાર કરીને દિપ પ્રાગટ્ય કરાયું હતું. અને આર્ય સમાજ ટંકારા દ્વારા દરેક વ્યક્તિને મહર્ષિ દયાનંદજીવન ચરિત્ર પુસ્તક ભેટમાં આપ્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંત સંઘચાલક મુકેશભાઈ મલકાણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ સેવા સંસ્થાઓના સેવા કાર્યને બિરદાવીને સમાજ ઉત્થાન માટે સતત કાર્યરત રહેવાની હાકલ કરી હતી. રાજકોટ વિભાગ સહ કાર્યવાહ વિપુલભાઈ અઘારાએ વ્યક્તિગત સેવાને પણ મહત્વ આપી કાર્યકરોને સતત સેવામય બની કાર્ય કરવા પેરક ઉદબોધન આપ્યું હતું. મહામંડલેશ્વર ૧૦૦૮ પુજ્ય કનકેશ્વરી દેવીજીએ આ પ્રસંગે પૂર્ણ સમય ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જે જે સેવાકાર્ય થાય છે તે ખૂબ જ સારી રીતે સમાજના બધા વર્ગ માટે થાય છે તે વંદનીય છે. સેવા સંસ્થા સ્નેહ મિલનના આ કાર્યક્રમને પુજ્ય કનકેશ્વરી દેવીજીએ બિરદાવ્યો હતો. આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં અલગ અલગ સેવા સંસ્થાના કાર્યકરો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ, મોરબી જિલ્લા સંઘચાલક લલિતભાઈ ભાલોડિયા, મોરબી જિલ્લા સેવા પ્રમુખ રણછોડભાઈ કુંડારિયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સૌએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

- text

- text